આગામી રથયાત્રા અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ એક ઇસમને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

આગામી રથયાત્રા અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ તથા કાર્ટીસ નંગ-૩ તથા મહિન્દ્રા XUV300 કાર તથા મોબાઇલ સાથે એમ કુલ કિ.રૂા પ,૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબનાઓના સાથે પો.સબ.ઇન્સ ટી.એલ.માલ સાહેબ તથા હેડ કોન્સ.રાજેશભાઇ હરગોવિંદભાઇ તથા પો..કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ. ચીરાગભાઇ પોપટભાઇ વિગેરે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રથયાત્રા સબબ કોમ્બીંગ નાઇટ રાઉન્ડામાં પેટ્રોલીંગ હતા

દરમ્યાન શિશુવિહાર સર્કલ પાસે અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક કાળા કલરની મહિન્દ્રા XUV300 કાર ચેક કરતા પો.સબ.ઇન્સ શ્રી માલ સા.નાઓ આરોપી પરવેઝભાઇ અબ્દુલવહાબભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો-વેપાર, રહેવાસી-જોગીવાડની ટાંકી,કાંમ્બડ ફળી, શેખજી મંજીલ ભાવનગર વાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૩, કિ.રૂ.૩૦૦/- તથા મહિન્દ્રા XUV300 કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે શીશુવિહાર સર્કલ પાસેથી દબોચી લઇ આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ ટી.એલ.માલ સા.એ શ્રીસ.ત ફરીયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરેલ છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *