આજે ભાવનગર નો જન્મ દિવસ, જાણો આપણા ભાવનગર ની આ ખાસ વિશેષતાઓ

સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર એટલે રાજા કૃષ્ણકુમારસિંહજી ની આ સોનેરી નગરી જેના નગરજનોને હૈયાં સદાય કરૂણતા અને દયાભાવના રહેતી! આ શહેર અનેક ઇતિહાસોને સંઘરીને અડીખમ ઉભું છે, જેના સ્મરણોને સંગાથે લઈને. આ શહેર ગુજરાતને નહીં પરતું સમગ્ર ભારત દેશને અંખડ ભારતનાં સ્વપ્નને પૂર્ણ કર્યું! આજે પણ આ શહેરમાં અનેક ઇતિહાસની યાદોને ફરી અહેસાસ કરાવે છે. ગુજરાતનાં અનેક શહેરો વિખ્યાત છે, પરતું આધુનિક અને મહારાજ કૃષ્ણકુમારસિંહજી ખુમારી અને પ્રજાવત્સલ તરીકે આ શહેર સ્વર્ગથી સોહામણું લાગે છે.

આજનો દિવસ એટલે આ શહેરની સ્થાપના દિવસ! વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનાં પાવન અવસરે ભાવનગર શહેર વસાવ્યું હતું અને આજે આ શહેર 298 વર્ષનું થયું છે, ત્યારે ચાલો એક નજર કરીએ ભાવનગર શહેરના સ્થાપનાનાં રસપ્રદ ઇતિહાસ પર! ભાવનગરની સ્થાપના ભાવસિંહથી રતનસિંહજુ ગોહિલે કરી હતી. ગોહિલો મારવાડના ખેરગઢથી ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા અને બાદમાં ઉમરાળા, ઘોઘાના પીરમબેટ અને ફરિ ઉમરાળા આવી સિહોર થઈને વડવા ગામ આવ્યા હતા. અને ભાવનગરની સ્થાપના કરી હતી. ભારતના ગણતંત્રમાં ભળ્યું તે પહેલા સુધી આ એક રજવાડુ હતું.

સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. 1260માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. 1722- 1723માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. અને હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને 1723માં સિહોરથી 30 કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત 1779ની વૈશાખ સુદ 3-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું.

દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ.

ભાવનગરના શહેર રાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી બાદ સરદાર વલ્લભાઈ પટેલનાં અંખડ ભારતના સ્વપ્નેપૂર્ણ કરવા પોતાનું રજવાળું અર્પણ કર્યું હતું એ જ સ્ટેટમાંથી તેઓ વિદાય લીધી અને હૈદરાબાદનાં તેઓ ગર્વનર બન્યા! ખરેખર ભાવનગર ક્યારેય કોઈ પાસે કશું લીધું જ નથી પરતું હંમેશા સૌને કોઈને આપ્યું છે, ત્યારે આજના દિવસે એટલું કહેવાનું કે ભાવનગર પ્રજાપ્રેમી શહેર છે, જ્યાં સૌ કોઈ એકબીજાના સાથ સહકાર થકી સૌ સાથે મળીને ભાવનગરનાં રીતી રિવાજ અને પરંપરા જીવંત રાખી રહ્યા છે.

ભાવનગરનાં વિકાસ પર એક નજર કરીએ તો ભાવનગરમાં અનેક એવા કાર્યોની શરૂઆત થઈ છે, કે આજે પણ તે પ્રજાજનો માટે અમૂલ્ય ભેટ બની ગઈ છે. ભાવનગર શહેરમાં ઈ.સ.1851 ટપાલ ખાતાની શરૂઆત થઈ અને ત્યારબાદ ઇ.સ.1860 બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો. અને મહારાજનાં હસ્તે ઇ.સ 1870 જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમજ ભાવનગરનું ગૌરવ ઇ.સ.1884 સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી .પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે

ખાસ સૌંદય અને સૌમ્યતાનું પ્રતીક બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે. મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે.

ભાવનગર શહેરમાં રાજા કૃષ્ણકુમાર સિંહજીના સમયમાં અનેક સ્થાપત્યો અને ઇતિહાસની ધરોહર આજેપણ હયાત છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે ભાવનગર શહેર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે, ત્યારે આજના પાવન દિવસે સૌ ભાવનગર શહેરવાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ વધામણાં અને સાથો આપણે સૌ કોઈ સંકલ્પ લઈને કે આપણે આપણા શહેરને સ્વસ્થ રાખીશું તેમજ ઇતિહાસની અમૂલ્ય ધરોહર અને ઐતિહાસિક સ્મારકોનું જતન કરીશું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *