આજ ના સમય મા વાત કરીએ તો આવા કોરોનાની કપરી પરીસ્થિતિમાં જે પોતાના પરીવારને પણ અડવા તૈયાર નથી એવા સમયમાં એક કોળી સમાજના જાબાજ યુવાન શ્રી ભીખુભાઈ બચ્ચુભાઈ રાઠોડ જેણે પોતાના પરીવારની પણ ચિંતા કર્યા વગર માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
આજ ના સમય મા વાત કરીએ તો આવા કોરોનાની કપરી પરીસ્થિતિમાં જે પોતાના પરીવારને પણ અડવા તૈયાર નથી એવા સમયમાં એક કોળી સમાજના જાબાજ યુવાન કલ હમારા યુવા સંગઠન ગીરગઢડા પ્રમુખ અને ઉના ગીરગઢડા કોળી સમાજ સંગઠન સુરતના પ્રમુખ શ્રી ભીખુભાઈ બચ્ચુભાઈ રાઠોડ જેણે પોતાના પરીવારની પણ ચિંતા કર્યા વગર માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું.
સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને પોતાના હાથથી ખવરાવે છે, પીવરાવે છે, અને તમામા દર્દીઓને માથે હાથ ફેરવીને પેરણા આપેછે કે ચિંતાના કરતા તમે જલ્દી સારા થઈ જશો અને તમારા પરીવાર સાથે ખુશીથી ધરે રહી શક્શો અને તમારા પરીવારે મોકલાવેલું જમવાનું જમીલો એટલે તંદુરસ્તિ આવશે. જલ્દી સારા થઈ જશો! હો ચિંતા કરવાની નથી આવી પેરણા ૧ મહિનાથી સતત સેવા કરી રહ્યા છે. શ્રી ભીખુભાઈ રાઠોડના પરીવારને પણ લાખ લાખ લાખ અભિનંદન કે એમણે સેવા કરવામા ક્યારેય ના નથી કહી. હમેશા હિમત આપી છે. તો એમના ધર પરીવારને પણ દિલથી લાખ લાખ અભિનંદન.
શ્રી ભીખુભાઈ રાઠોડ પોતે હમેશાં સુરત શહેરમા ગમે તેવી પરીસ્થીતી આવી ત્યારે હમેશા ની જેમ નિસ્વાર્થ ભાવે સેવા જ કરી છે. 1998 માં પાણી આવ્યું ત્યાર થી માંડીને 2021 સુધીની કોરોનાની મહામારી જેવી કપરી પરીસ્થીતીમાં આવી છે પણ ક્યારેય પાછી પાની કરી નથી સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈ ભેદ ભાવ વગર હમેશા સેવા કરી છે અને લોકોને મદદરૂપ થયા છે. કલ હમારા યુવા સંગઠન ગીરગઢડા પ્રમુખ અને ઉના ગીરગઢડા કોળી સમાજ સુરતના ઉપપ્રમુખ શ્રી ભીખુભાઈ રાઠોડને લાખ લાખ અભિનંદન….