ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા મા સુરત સેવાભાવી ગ્રુપ એ મુલાકાત કરી ગારીયાધાર ખાતે ચાલી રહેલા આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લીધી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા મા સુરત સેવાભાવી ગ્રુપ એ મુલાકાત કરી ગારીયાધાર ખાતે ચાલી રહેલા આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લીધી
આજ રોજ સવારે ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઈ એક એબ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ માં આપવામાં આવી
અને વોર્ડ મા દિન પ્રતિદિન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ હાસ્યકલાકાર પોપટભાઈ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ- સુદામા, યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની, સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામાં ગ્રુપ ના કુણાલ રામાણી, ધ્રુવ કસવાલા, મયુર જસાણી, શૈલેશ સવાણી અને ટીમ તળાજા ખાતે જવા રવાના થયા હતા. પોપટભાઈ ની સાથે જગવિખ્યાત સાહીત્ય કલાકાર માયાભાઇ આહીર સાથે તળાજા મુકામે આઇસોલેશન સેન્ટર ની મુલાકાત
લેવામાં આવી અને સુરત દ્વારા બનાવાને પ્રાઇવેટ કાર ઓકિસજન એબ્યુલન્સ જોઇને માયાભાઇ યે સેવાકાર્ય કરતા આ તમામ યુવાનોને બીરદાવ્યા હતા.તળાજા આઇસોલેશન સેન્ટર ખાતે કેન્સર ના નિષ્ણાંત ડો . મહેન્દ્ર સરવૈયા દ્વારા કોરોના ના દર્દીઓ માટે આયુર્વેદીક માર્ગદર્શન પુરુ પાડેલ.
સુરત થી સૌરાષ્ટ્ર તરફવતનને વ્હારે આવ્યા તેવી જાણ થતા માયાભાઈ આહીર દ્વારા યુવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને સમગ્ર તળાજા તમામ આઇસોલેશન સેન્ટર પર
માયાભાઈ સાથે રહી દર્દીઓ સાથે વાર્તાલાપ અને ડોકટરો ને જરૂર પડતા સાધનો અને દવાઓ વિશે ચર્ચા કરી. ત્યાર બાદ સમગ્ર ટીમ અલંગ ખાતે રેડ ક્રોસ બેંક દ્વારા નિશુલ્ક ચાલતી હોસ્પિટલ ની મુલાકાત લેવામાં આવી સેવા ના કાર્યમાં માયાભાઇ આહીર દ્વારા દરેક સેન્ટર પર જરુરી દવા ઓ અને ફ્લોમીટર આપવામા આવે છે.
દરેક જગ્યા સેન્ટર પર સેન્ટર આયોજકો સાથે વાર્તાલાપ કરી વધુમાં વધુ પોઝીટીવ દર્દી સાથે પોઝીટીવવાતાવરણ ફ્લાવી વહેલી તકે સ્વસ્થ કરવા જણાવેલ