આદમી પાર્ટીમાં ઘૂસીને સુઈ જનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુરતનો ભાજપનો સક્રિય કાર્યકર્તા નીકળ્યો…હવે લેખીત મા માફી માંગી

ગુજરાત મા આમ આદમી પાર્ટી નવા નવા ચેહરા ઓ ને જોડીને ખુબ જલદી મજબુત બની રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપો કરવાનું ચુકતી નથી. ત્યારે સોસિયલ મીડીયા પર એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટો ની સાથે લખવામાં આવ્યુ હતુ કે 6.45 પછી નો આમ આદમી પાર્ટી ના કર્યાલય નો નજારો તેવુ લખવામાં આવ્યુ હતુ.

આ ફોટો ખુબ વાયરલ થયો હતો અને આ ફોટો સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના સુરતના ગોપીપુરાના કાર્યાલયમાં એક વ્યક્તિ સુતો હોય તેવો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ગોપીપુરા કાજીના મેદાન પાસે નવનિયુક્ત ખુલેલા AAPના કાર્યાલય પર 6:45 પછીનો નજારો.

આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ઘૂસીને સુઈ જનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુરતનો ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. આ બાબતે પોલીસ કાર્યવાહી થવાના ડરથી ભાજપના કાર્યકર્તા દ્વારા માફીનામું પણ આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખને મોકલી આપવામાં આવ્યું છે.

આમ ખોટી અફવા ફેલાવવા બદલ ભાગ ના કાર્યકરતા ને લેખીત મા માફી માંગવાનો વારો આવ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *