આ ગુજરાતી ફિલ્મ જેણે ગુજરાતી સિનેમાની શરૂઆત કરી.
ગુજરાતી સિનેમા આજે ધબકી રહ્યું છે, તેનો એક માત્ર ક્ષેય એક વ્યક્તિને જાય છે જેના લીધે આપણને ગુજરાતી સિનેમાની ભેટ મળી છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે, કંઈ રીતે ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ અને પ્રથમ ગુજરાતી ફિલ્મ કંઈ હતી અને આ ફિલ્મમાં કોણે અભિનય કર્યો હતો.
90 દશકામાં તો ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને ત્યારબાદ નરેશ કનોડિયાને લીધે ગુજરાતી ફિલ્મોને સફળતા મળી અને દર્શકોના દિલમાં ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષણ જગાવ્યું. ત્યારે આ ગુજરાતી ફિલ્મોની નિવ રાખનાર હતાં નાનુભાઈ વકીલ જેના દ્વારા ગુજરાતી બોલતી ફિલ્મ મળી અને આ વર્ષ હતું 1932.
નરસિંહ મહેતા એ નાનુભાઇ વકિલ દ્વારા દિગ્દર્શિત ૧૯૩૨ની આત્મકથાનક ચલચિત્ર છે. ગુજરાતી ભાષાનું તે સૌ પ્રથમ ચલચિત્ર બન્યું અને આ ફિલ્મ ચીમનભાઈ દેસાઈ નિર્માણ જરી હતી અને તેની પટકથા ચતુર્ભુજ દોશી લખી હતી તેંમજ આ ફિલ્મમાં માસ્ટર મનહર – નરસિંહ મહેત ઉમાકાંત દેસાઈ – કૃષ્ણ મિસ જમના – માણેકબાઇ પાત્ર ભજવ્યા હતા. આ ફિલ્મ બાદ અનેક ગુજરાતી ફિલ્મો બની અને સિનેમા ઉધોગ ધમધમતું ચાલ્યું અને ત્યારબાદ ગુજરાતી સિનેમાની એક નવી ઓળખ મળી સાથો સાથ પેક્ષકો પણ ગુજરાતી ફિલ્મો જોવા માટે પ્રેરીત થયા.