આ દુઃખદ ઘટનાને લીધે ધીરુભાઇ અંબાણીએ જીવ ગુમાવ્યો હતો

આજે દેશના સૌથી ધનિક વ્યક્તિ એવાં ધીરુભાઇ અંબાણીનો જન્મ દિવસ છે! આજે આ વ્યક્તિના લીધે અંબાણી પરિવારનું નામ વિશ્વમાં મોખરે છે. આજે આપણે તેમના જીવન વિશે તો દરેક વાત જાણીએ છીએ પરતું ઘણા લોકોને તેમના મૃત્યુ વિશે નહિ ખબર હોય! ચાલો ત્યારે આપણે જાણીએ કે તેમનું નિધન ક્યારે અને કેવી રીતે થયું હતું. અશુભ દિવસ હતો જ્યારે અંબાણી પરિવારમાં અંધકાર છવાઈ ગયું અને એ જળહડતો દિપક ઓલવાઈ ગયો હતો તા.24 જૂન 2002ના રોજ હદય રોગના હુમલાના કારણે

ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહ્યાં અને ધીરૂભાઇએ  6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 એ પોતાની આંખો મીચીને

પત્ની કોકિલાબેન અંબાણી, બે દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને બે દીકરીઓ નીના કોઠારી તથા દીપ્તિ સલગાંવકરને વિલાપ કરતા મૂકીને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયાં.તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ,નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ,પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણીએ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 7 જુલાઈ, 2002ના રોજ સાંજે 4:30 કલાકે તેમને અગ્નિદાહ અપાયો હતો.

ધીરુભાઈ અંબાણીએ બોમ્બેના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાત્રા શરૂ કરી હતી. મહાન ઉદ્યોગપતિ તરીકે તેમને માન આપવા માટે મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સે 8 જુલાઈ, 2002ના રોજ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો. ધીરુભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. 75,000 કરોડ અથવા 15 અબજ અમેરિકી ડોલર હતું. 1976-77માં રીલાયન્સ જૂથ પાસે રૂ. ૭૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈએ માત્ર રૂપિયા ૧૫,૦૦૦ (૩૫૦ અમેરિકી ડોલર)થી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. આજે તેમના બંને પુત્રોએ રીલાયન્સને વિશ્વ ફ્લકે અમર કરી.

નવેમ્બર 2004માં, મુકેશ અંબાણીએ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે માલિકીના મુદ્દે‘ તેમને ભાઈ અનિલ અંબાણી સાથે મતભેદો હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ મતભેદો ’’અંગત ક્ષેત્રમાં છે.‘‘આના કારણે કંપનીની કામગીરી પર કોઈ વિપરિત અસર નહિ પડે તેવું તેઓ માનતા હતા અને તેમણે જણાવ્યું હતું કે રીલાયન્સ એ સૌથી વધારે કુશળતાપૂર્વક સંચાલિત કંપની છે. ભારતીય અર્થતંત્ર માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મહત્વ જોતાં આ મુદ્દો ભારતના સમૂહમાધ્યમોમાં છવાઈ ગયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *