ઇઝરાયલની આર્મીમાં ગુજરાતીનું ગૌરવ વધારતી માણાવદરની બે બહેનો, એક બહેન યુનિટ હેડ તો બીજી કમાન્ડો ટ્રેનિંગમાં

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલ ઈઝરાયેલ સ્થાયી થયેલો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી મહેર સમાજ સાથે માણાવદરનું નામ રોશન કર્યું છે.

ઇઝરાયલની આર્મીમાં પ્રથમ ગુજરાતી મહિલા
કોઠડી ગામના વતની જીવાભાઈ મુળિયાસિયા અને તેમના ભાઈ સવદાસભાઇ મુળિયાસિયા બંને ઇઝરાયલના તેલઅવીવમાં સ્થાયી થયેલા છે. તેમની પુત્રીઓ નિશા અને રિયા અત્યારે ઇઝરાયલની આર્મીમાં ફરજ નિભાવે છે. જેમાં નિશા મુળિયાસિયા ઇઝરાયલી સેનામાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા પણ છે. નિશા અત્યારે ઇઝરાયલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવે છે, સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટ હેડ તરીકે પણ કાર્યરત છે.

બીજી બહેન ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ મેળવશે
જ્યારે રિયા મુળિયાસિયાએ પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાલ તે ઇઝરાયલની આર્મી પ્રી-સર્વિસમાં છે. જે કમાન્ડોની સમકક્ષ ટ્રેનિંગ છે. 3 માસની ટ્રેનિંગ બાદ જુદી જુદી પરીક્ષાઓ પાસ કર્યા પછી તેને આર્મીમાં પોસ્ટિંગ મળશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *