ઉમરાળાના ધોળા જંક્શન ખાતે બેંક ઓફ બરોડા નવી શાખાનુ ઉદઘાટન કરવામાં આવ્યુ

ધોળા જંક્શન ખાતે બેંક ઓફ બરોડાની નવી શાખાનુ શુભ ઉદઘાટન બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર અને વડોદરાના પૂર્વ મેયર ડો.ભરતભાઈ ડાંગરના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કેશુભાઈ નાકરાણી (ધારાસભ્ય ગારિયાધાર) પેથાભાઈ આહીર (ડાયરેકટર જી.આઇ.ડી.સી. ગુજરાત) ભરતસિંહ ગોહીલ (પ્રમુખ જિલ્લા પંચાયત) ઐય્યર

(R.M-BOB બેંક) નારૂભાઇ ખમળ ચેરમેન APMC ભાવનગર) માસાભાઇ ડાંગર (ઉપપ્રમુખ જીલ્લા ભાજપ ) ભલાભાઈ ચાવડા (પ્રમુખ બક્ષીપંચ મોરચો -ભાવનગર (ગેમાભાઈ ડાંગર(પુર્વ પ્રમુખ સિહોર ભાજપ )તથા ધોળા જંક્શનના વેપારી આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતા,ધોળા જંક્શન જેવા સેન્ટરમાં બેંક ઓફ બરોડાની નવી શાખા ચાલુ કરાવવાનો શ્રેય ડો.ભરતભાઈ ડાંગર ના ફાળે જાય છે તેમના સતત પ્રયાસો થી તાલુકામાં આવી સુંદર સુવિધા મળી છે

તેથી સૌ નાગરિકો અને વેપારીઓ વતી ગુજરાત જી.આઇ.ડી.સી. ડાયરેકટર પેથાભાઈ આહીર દ્વારા ભરતભાઈ ડાંગરનો આભાર વ્યક્ત કરાયો હતો હાલમાં જ ડો.ભરતભાઈ ડાંગરને ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેથી ડો.ભરતભાઈ ડાંગર અને ભલાભાઈ ચાવડાને ભાવનગર શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેથી બંને નું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *