ઉમરાળા કન્યાશાળા છાત્રાઓની સર્જનાત્મક કલાનું બેનમૂન પ્રદર્શન દરેક બાળક પાસે જન્મજાત સર્જનાત્મકતા હોય છે બાળકની આ સુષુપ્ત શક્તિઓને ખીલવવાનું તથા વિકસાવવાનું કાર્ય કરવું તે દરેક શિક્ષકની પ્રાથમિક ફરજ છે

ઉમરાળા કન્યાશાળા છાત્રાઓની સર્જનાત્મક કલાનું બેનમૂન પ્રદર્શન દરેક બાળક પાસે જન્મજાત સર્જનાત્મકતા હોય છે બાળકની આ સુષુપ્ત શક્તિઓને ખીલવવાનું તથા વિકસાવવાનું કાર્ય કરવું તે દરેક શિક્ષકની પ્રાથમિક ફરજ છે

એક નાનકડા બાળકને આડા અવળા લીટા કરવાની આદત હતી ગમે તે જગ્યાએ લીટા કરે દીવાલ પર પણ લીટા કરે ઘરની દીવાલને નુકસાન થતું જોઈ તેની માતાએ તેને લીટા કરવા માટે કોરો કાગળ આપ્યો બાળકને મજા પડી. આવા આડા અવળા લીટા કરતાં કરતાં તે જગવિખ્યાત ચિત્રકાર બની ગયો નામ છે

પાબ્લો પિકાસો કન્યાશાળા,ઉમરાળાની દીકરીઓની છૂપાયેલી શક્તિઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે શાળાના ભાષાશિક્ષક દિવ્યાંગભાઈ પરમારે તેમને વિવિધ વસ્તુ બનાવવા માટે ટેલિફોનિક તથા પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડી એક ઉમદા પ્રયાસ કર્યો હતો

શાળાની દીકરીએ બનાવેલ કૃતિની યાદી જોઈએ તો સૈયદ આલિયા બાનુ એમ.(ધોરણ 5 હીંચકો), વિરાણી એશાબેન એ.( ધોરણ 6 ,MoNTH OF THE YEARS) રાઠોડ દેવાંશીબેન જે.( ધોરણ 6, DAYS OF THE WEEk)ઉધેલીયા રેણુકા આર.( ધોરણ 6,A.T.M.) ડાભી આનંદીબેન જે.( ધોરણ 7 અ,MOSQUITO TRAP), સૈયદ આયશના આઇ.( ધોરણ 7, અ ઘડિયાળ MY WATCH), મહેતર શાફિન એસ.ધોરણ 7 બ, DAYS OF THE WEEk), સૈયદ જેનબ એ.ધોરણ 7 અ, રમતનાં પાસા) નિમાવત ઉર્વીબેન આર.(ધોરણ 8,તરતી હોડી) ખોખર આફિયાબાનુ જે.

ધોરણ 8, દરિયાઈ ખાડી પર યાંત્રિક પુલ)તથા સૈયદ કનીજા આઈ.ગુર્જર ઉન્નતિબેન એમ., જાદવ દિશાબેન જે.સૈયદ અનુષ્કાબાનું એમ.વગેરેએ ઉત્કૃષ્ટ કૃતિનું નિર્માણ કર્યું હતુ શાળા પરિવાર તથા આચાર્ય રણવીરસિંહ ગોહિલ દ્વારા તેમની આ ઉમદા કામગીરી બદલ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *