ઉમરાળા તાલુકાના કોરોના વોરિયર્સને ક્યાં શબ્દોથી સનમાનવા તેમનુ ઋણ કેવી રીતે ચૂકવવુ
ઉમરાળા તાલુકાના કોરોના વોરિયર્સને ક્યાં શબ્દોથી સનમાનવા તેમનુ ઋણ કેવી રીતે ચૂકવવુ
હા આ સે મારા વિસ્તારના કોરોના વોરિયર્સ. સમગ્ર દેશ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયો છે ત્યારે આજે પોતાના જ પોતાના પરિવારના લોકો પાસે જવા તૈયાર નથી.. ત્યારે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર આ લોકો કોરોના ના યોદ્ધા બની અમારા વિસ્તારનુ રક્ષણ કરે છે હા સાંભળીને નવાઇ લાગશે રંઘોળા ગામના ડોક્ટર મુકેશભાઈ ભાવસારે થોડા સમય પહેલા પોતે ભારે ઓપરેશન કરાવેલું ડોક્ટર મુકેશભાઈ પોતાનું દર્દ ભૂલી રાત દિવસ રંઘોળા આજુ બાજુના ગામોના લોકો અને દર્દીની સેવામાં અવિરત પોતાની સેવા બજાવી રહ્યા છે એવાજ બીજા વિકળીયા ગામે સેવાભાવી ડો.જીતુભાઈ અને ડો.નીરવ વિકલીયા,રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઠોંડા સબ સેન્ટરના MPHW અરુણભાઈ પરમાર અને CHO બેલાબેન ઠાકોર સરકારી કર્મચારી છે પણ સરકાર એના કામમાં અત્યારે નિષ્ફળ છે પણ આ કર્મચારીઓ રાત દિવસ લોકોની સેવા કરી રહ્યા છે..
ઉમરાળા હેલ્થ બ્લોકના ડો.સિંઘ,RBHK ની સમગ્ર ટીમ ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.જીવાણી, ડો.ઉજાલાબેન જાડેજા,અને સમગ્ર નર્સિંગ સ્ટાફ સહિત રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ અને દડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.સંજય બારૈયા સહિત સમગ્ર સ્ટાફ મારા ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર અને કચેરીનો સમગ્ર સ્ટાફ, ટી.ડી.ઓ. જી.જી.ગોહિલ અને તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ઉમરાળા પી.એસ.આઈ. આર.વી.ભીમાણી અને સમગ્ર પોલીસ સ્ટાફ પોતાના ઘર-પરિવાર છોડી આજે લોકોની સેવા કરી રહ્યા છે.
અને હા આ સમયમાં માણસનો હાથ પકડવા તૈયાર નથી ત્યારે પત્રકાર જગત પણ પોતાની શક્તિ અને અને આવડત બંનેનો ઉપયોગ કરી લોકોની સેવા કરી રહ્યા છે એવા પત્રકાર નિલેશ ઢીલા અને એમની ટીમ..ઉમરાળા ગામની આધ્યાત્મિક સાધના કેન્દ્ર અને સંસ્કાર મંડળ સંસ્થા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન પૂરો પાડી રહી છે ધન્ય છે આવા લોકોને આવા લોકોના કારણે જ આપણો સમાજ સુખી સુરક્ષિત અને સલામતી અનુભવે છે અને હા અમારા વિસ્તારના ધરવાળા ગામના જયુભા ગોહિલ તેમના દ્વારા પણ લોકોને જે પણ જરૂર હોય તેવી મદદ પહોંચાડવામાં આવી રહી છે
હાલની મહામારીમાં જેમ સૈનિક બોડર પર કામ કરે છે તેમ આ લોકો અમારા વિસ્તારની બોર્ડર પર કામ કરે છે અને લોકોના જીવ બચાવવા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા સતત મહેનત કરે છે ધન્ય છે આવા લોકોને હું પ્રતાપ ડાંગર લાખાવાડ આ તમામ લોકોનો હૃદયથી આભાર વ્યક્ત છુ અને મારા પરિવાર વતી આ કોરોના વોરિયર્સનુ ઋણ ચૂકવી શકીએ તેવા પ્રયત્નો કરશું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છુ જ્યારે મહામારી સામે આપણે જીતીશું ને ત્યારે રૂબરૂ મળી તમારું સન્માન ચોક્કસ પણે થશે..હાલની મહામારીમાં આ શબ્દો રૂપી સન્માન સ્વીકારજો અને ભગવાન દ્વારકાધીશ સદાય આપના પરિવારને ખુશી અને નિરોગી જીવન આપે અને આપ સદાય સમાજની સેવામાં અગ્રેસર રહો તેવી પ્રાર્થના..
*લી. પ્રતાપ ડાંગર ભાવનગર જિલ્લા અધ્યક્ષ સેવાદળ,*
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા