ઉમરાળા તાલુકાની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી સૂરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા
ઉમરાળા ગામના વતની અને સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડીયા દ્રારા ઉમરાળા ગામની કોવિડ માટે કામ કરતી બન્ને સંસ્થાઓ સંસ્કાર મંડળ તેમજ આધ્યાત્મિક સાધના કેન્દ્રની મુલાકાત કરી હતી અને સુરત સ્થિત દાતાઓના સહયોગથી ચાલતા સેવા યજ્ઞની મુલાકાત કરી હતી ત્યારબાદ ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર ખાતે કોરોના દર્દીઓના ખબર અંતર પૂછી ડ્રાયફ્રૂટ તેમજ નાળીયર પાણીના ત્રોપાનું વિતરણ કર્યું હતુ
સેવાકાર્યમાં આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ હેજમ પણ જોડાયા હતા ત્યારબાદ મહેન્દ્રભાઈ નાવડીયા દ્વારા ઉમરાળા ખાતે કાનજી સ્વામીની જન્મ જયંતી નિમિત્તે સ્વાધ્યાય કેન્દ્રના દર્શન કરી તેમના હસ્તક અનાજ કિટનૂ વિતરણ કરાયું હતુ આમ આદમી પાર્ટીના સૂરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયા સાથે સૂરત આમ આદમી પાર્ટીના કાયૅકરો જોડાયા હતા ઉમરાળા ગામના સ્થાનિક આમ આદમી પાર્ટીના કાર્યકરો હિતેશ ડાભી હરશીગભાઈ હાહડ સહિત જોડાયા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા