ઉમરાળા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ધરવાળા સીમ માંથી ૦૩ શકુનીઓને રોકડ રૂ ૧૧૨૬૦ તથા જુગાર ના સાહિત્ય સાથે જુગાર પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉમરાળા પોલીસ ટીમ
ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ પો.કો. પો.કો.મહેશભાઇ ગઢવી તથા પો.કો.યુવરાજસિંહ ગોહિલ પો.કો.જગતસિંહ ગોહિલ પો.કો જયપાલસિંહ ગોહિલ તથા પો.કો.હરીચંદ્રસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ મયુરસિંહ ગોહિલ એ રીતેનાં પો.સ્ટે. વિસ્તારમાં જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે,ધરવાળા ગામની સીમમાં ખુલી જગ્યામા અમુક ઇસમો તીનપત્તીનો જુગાર રમે છે તે બાતમીનાં આધારે પો.સ્ટાફના માણસો દ્વારા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા સદરહું જગ્યાએથી કુલ 3 આરોપીઓ મોઢે માસ્ક પહેરેલ ચહેરો ઢંકાયેલ ગોળ કુંડાળું વાળી જુગાર રમતા હોય છે
(૧) રવજીભાઈ બિજલભાઈ મકવાણા (૨) અમિતભાઈ જાદવભાઈ ચૌહાણ (૩) ભાવેશભાઈ ઘનશ્યામભાઈ ગોહેલ રહે નં (1) ધરવાળા તથા નં 2 તથા 3 લીમડા (હ.) તા.ઉમરાળા વાળાઓ મળી આવી કુલ મુદ્દામાલ રોકડ રુ ૧૧૨૬૦/- ના મુદૃામાલ સાથે મળી ત્રણેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ હેડ કોન્સ બી.એચ.વેગડ નાઓએ ધોરણસર થવા ફરીયાદ આપેલઆમ આ કામગીરી ઉમરાળા પો.સ્ટેના પો.સબ. ઇન્સ આર.વી.ભીમાણી તથા હે.કો.બી.એચ.વેગડ તથા પો.કો.મહેશભાઇ ગઢવી તથા પો.કો.યુવરાજસિંહ ગોહિલ પો.કો.જગતસિંહ ગોહિલ પો.કો.જયપાલસિંહ ગોહિલ પો.કો.હરીચંદ્રસિંહ ગોહિલ તથા પો.કો.મયુરસિંહ ગોહિલ વિગેરે પો.સ્ટાફના માણસો જોડાયેલ હતા અને પ્રશંંસનીય કામગીરી કરેલ હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા