એક દીકરો હોવા છતાં ચાર દીકરીઓને આપવી પડી કાંધ! આ કરુણ ઘટના વિશે જાણો.

આપણે સૌ જાણીએ છે કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ વિકટ ની સાથે કરુણદાયક બની ગઈ છે જ્યાં એક પછી એક વ્યક્તિ પોતાના સ્વજનોને ગુમાવી રહ્યો છે. આપણે સૌ આ દુઃખદ ઘટના નાં સાક્ષી છીએ કારણ કે સોશિયલ મીડિયાનાં માધ્યમથી અનેક લોકોનાં જીવનની ઘટનાઓ જાણવા મળે છે. આજે તો એવા સમય આવી ગયો છે કે મૃત્યુ પણ સફળ નથી થતું અને અંતિમ સમયમાં આપના પરિવારનો સાથ નથી મળતો.

હાલમાં સોશિયલ મીડિયામાં ચાર મહિલાઓ એક દેહને કાંધ દઈ રહી છે અને જ્યારે તમે જાણશો કે આ દેહ ચાર દીકરીઓના પિતાનો છે ત્યારે તમારા હદયમાં ધબકારા વધી જશે. આપણા હિન્દૂ ધર્મમાં કહેવાય છે કે, અંતિમ સમયમાં દીકરો જ પિતાને મુખાગ્નિ આપે છે પરતું હાલના સમયમાં બધુ જ બદલાઈ ગયું છે.

ઝાસી જિલ્લાના નવાદાદ ગામમાં એક વ્યક્તિનું નિધન થયું છે, ત્યારે આ વાતની ખબર પડતાં ચારે દીકરીઓ તેના પિતાને કાંધ દેવા આવી પહોચી હતી કારણ એક સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પુત્ર નું પિતા સાથે સારો સંબંધ ન હતો અને તેના જ લીધે ચારે દીકરીઓ પિતાની દેખરેખ રાખતી હતી અને ચારે બહેનો નક્કી કર્યું હતું કે, તેઓ અંતિમ સમયે તમામ વિધિઓ તે બહેનો જ કરશે અને તેના ભાઈને મુખાઅગ્નિ પણ નહીં આપવા દઈએ. ખરેખર આજના સમયમાં દીકરીઓ પુત્રની ફરજ બજાવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *