એક પરિવાર જેમણે પોતાનું જીવન સમર્પિત કરીને રસ્તે રઝળતા નંદીઓ માટે 

માનવતા એજ પ્રભુતા! કહેવાય છે કે, માનવત શ્રેષ્ઠ ધર્મ છે. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે જેઓ ખૂબ જ સામાન્ય વ્યક્તિ છે પરંતુ તેમનું કાર્ય અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું જેમાં પ્રકૃતિ અને જીવોને આ ધરતી પર મોકલી છે, જે આ ભૂમિની સૌમ્યતા છે જેનું જતન કરવું આપણી સૌની ફરજ છે.

આ જ કર્તવ્યને સાર્થક કરી રહ્યા છે.મકવાણા મેરાભાઈ રાણાભાઈ જેઓ મોખડકા ગામના રહેવાસી છે, એમનું કાર્ય ખૂબ જ અનોખું છે અને તેનાં વિશે આપણે સપનામાં પણ ન વિચારી શકીએ કે આવું કાર્ય કરી પણ કોઈ શકે. ખરેખર આપણે ત્યાં દરેક જીવને પણ ભગવાન અંશ સમજીને પુજીએ છે, જેમાં ગાય ને આપણે માતા તરીકે પુજીએ છે અને તેમની રક્ષા પણ કરીએ છીએ તેમજ આ સિવાય કુતરાઓ પક્ષીઓ માટે પણ આપણે કંઈક સેવા કાર્યો કરતા હોય છે જેનાથી તેમનું જતન થાય.

મેરાભાઈ પણ જીવદયા જ દાખવી રહ્યા છે એ પણ તેમના માતા પિતાની પ્રેરણા અને તેમના આશીર્વાદ થી તેમનો વારસો જાળવી રાખ્યો છે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે મેરાભાઈ રસ્તે રઝળતા નંદીઓ માટે એક ધણકૂટ શાળા બનાવી છે અને એમની દિવસ રાત સેવા કરી રહ્યા છે અને આ અનોખુ કાર્ય કરવાની પ્રેરણા તેમના માતાપિતા દ્વારા જ મળી છે, તેમની માતા પણ આ તમામ નંદીઓની સેવા ચાકરી કરતા હતા એ પણ ની સ્વાર્થ ભાવે અને આજે મેરાભાઈ અને તેમના પિતા આ સેવા અવિરતપણે કરી રહ્યા છે. આ ધણકુટ શાળા મા અનેક નંદી છે અને ઘણી વિશાળ જગ્યા મા ફેલાયેલું છે.

આપણે ગાય માતાની તો રક્ષા કરતાં જ હોઈએ છીએ પરંતુ આવા રસ્તે રઝળતા શિવજીનું વાહન એવા નંદીઓની અત્યાર સુધી ભાગ્યે જ કોઈએ સેવા કરતા હશે અને તેમના માટે આવી શાળાઓનું નિર્માણ કર્યું હોય જેમાં તેઓ ની સ્વાર્થ ભાવે તન મન ધન થી કામ કરી રહ્યા છે, ત્યારે આવા સતકાર્યો અનેક લોકો ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી થી પણ લોકો આ સેવના કાર્યમાં આર્થીક સહયોગ આપી રહ્યા છે. આપણે પણ એક માનવતાનાં રૂપે સહયોગ આપવો જોઈએ જ કારણ કે આપણે પ્રત્યક્ષ રીતે તો આવી સેવા કરવા માટે સમય ન આપી શકતા હોય પરતું આપણો આર્થિક સહયોગ પણ એક સેવાનો જ ભાગ છે, હાલમાં અશ્વીન ભાઈ કંટારીયા નામના સેવાભાવી વ્યક્તિ રૂ.5100 રૂપિયાનું દાન આપ્યું ખરેખર દરેક વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ છે.

જીવ દયા એજ માનવતા તરીકેનો આપણો પહેલો ધર્મ છે, આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ સેવાનાં કાર્યમાં આપણો સહયોગ આપીએ જેથી આપણે અનેક જીવોનું કલ્યાણ કરી શકીશું, પ્રત્યક્ષ રીતે આપણે સેવા ન કરી શકીએ પણ આપણો એક રૂપિયો પણ કોઈકને કામ આવે તો એનાથી બીજું કંઈ અમૂલ્ય નથી આમ પણ કહેવાય છે ને કે, આપણી કમાણી માંથી દસમો ભાગ તો ભગવાનનાં અને સેવાનાં કાર્યો અર્થે કાઢવો જોઈએ અને ખરેખર આ ભાઈ જે કાર્ય કરી રહ્યા છે તેમ તેઓ આર્થિક રીતે અને પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે ત્યારે આપણે તો માત્ર એક આર્થિક સહયોગ આપવાનો છે જેથી અનેક નંદીઓનું જીવન અમૂલ્ય બને તો આપ પણ દાન આપી શકો છો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *