એક રાક્ષસીના લીધે સ્વંયમ મહાદેવ આ જગ્યામાં પ્રગટ થયાં! ચાલો જાણીએ દારૂકા વનમાં કેવી રીતે નાગેશ્વર સ્વરૂપે મહાદેવ પ્રગટ થયાં.
આજે આપણે દ્વારકામાં બિરાજમાન નાગેશ્વર મહાદેવનાં પ્રાગટય વિશે જાણીશું! 12 જ્યોતિલીંગમાં નાગેશ્વર મહાદેવનો મહિમા પણ ખૂબ જ અનેરો છે! સ્વંયમ શ્રી દ્વારકાધીશનાં સમીપે બિરાજમાન મહાદેવ વિશે આપણે વધુ જાણીએ! નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે.
શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવનમાં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતી ને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે “વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.” માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.
શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં.મરતાં પહેલાં તે રાક્ષસ કન્યા ની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.
મંદિર સંકુલની નજીકનું ગોપીતળાવ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કારણ કે અહીં કરાયેલા ઉત્ખનન દરમિયાન પાંચ હજાર વર્ષ અગાઉના શહેરો અહીં મળી આવ્યા હતા. દ્વારકાના પૂરાતત્વ મ્યુઝિયમમાં તેનાં નમૂનાઓ જોવા મળે છે.
સમગ્ર દેશમાંથી સૌ કોઈ ભકતજનો જ્યારે દ્વારકાધીશની નગરીમાં આવે છે, ત્યારે મહાદેવના ચરણે શીશ જરૂર નમાવે છે, કારણ કે આ પણ આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં 12 જ્યોતિલીંગ આવેલ છે, જેમાં ગુજરાતનું સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવ ખૂબ જ મહત્વ ધરાવે છે.