ઔષધિય ગુણો થી ભરપુર સરગવો ભાવનગર માત્ર 10 રુપિયા જુડા ના ભાવે મળે છે

હાલ ના કોરોના કાળ મા ઠંડા પીણા કરતા લોકો એ નાળીયેર અને ફ્રુટ જેવા કુદરતી વસ્તુઓ ની માંગ ખુબ વધી છે અને સાથે સાથે ભાવ મા પણ વધારો થયો છે. આવા સમય મા ખુબ ઉપયોગી અને આયુર્વેદ ની દ્રષ્ટિ એ ખુબ ફાયદાકારક સરગવો ભાવનગર માત્ર 10 રુપિયા મા 2 કીલો જેટલો જુડો મળી રહ્યો છે.

આ સરગવો ખેડુતો દ્વારા ડાયરેકટ ગ્રાહક સુધી પહોંચતો હોવાથી ઘણો સસ્તો કહેવાય છે ભાવનગર ના કાળીયાબીડ અને રામમંત્ર મંદીર પાસે આ સવાર ના ટાઈમ એ સરગવાનુ વેચાણ થાય છે. ખેડુત ના જણાવ્યા અનુસાર નજીક ના ગામડા માથી તેવો સરગવાનુ વેચાણ કરવા આવે છે અને રોજ ના 1 હજાર જુડા નુ વેચાણ કરે છે

આપને જણાવી દઈએ કે સરગવો શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે અને ખાસ કોરોના કાળ સરગવાનો સુપ પીવાથી રાહત મળે છે આ ઉપરાંત સરગવો ઘુંટણ ના દર્દી ઓ માટે પણ ઉપયોગી છે.
કેન્સર ના દર્દી માટે પણ ઉપયોગી છે અને વિટામીન સી અને બી પણ હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *