કંથકોટ ખાતે આવેલી ઐતિહાસિક વાવ: કંથકોટ વાવ વિશે જાણો
વાગડ વિસ્તાર નું કંથકોટ એટલે અનેક ઇતિહાસો સંઘરી ને બેઠેલો કિલ્લો જેમાં કાઠીઓ જામ વંશ તેમજ ભીમદેવ પહેલો જેમણે પણ આશરો લીધો હતો એવો કંથકોટ નો જાજરમાન કિલ્લો છે!
કંથકોટ ના કિલ્લા ની પહેલા એક ભવ્ય વાવ આવેલી છે હાલ માં તો કાળ ની થપાટ ના કારણે એક માત્ર કુવો બચ્યો છે!કંથકોટ ની આ ભવ્ય વાવ વિશે કંથકોટ ના રવજીભાઈ પટેલ જણાવે છે કે અમે નાના હતા ત્યારે અહીંયા આ વાવ મા પગથિયાં હતા અને અમે પગથિયાં મા ઉતરી ને છેક કૂવા નું મીઠું અને ઠંડુ પાણી પીધેલ છે!
રવજીભાઈ પટેલ આ વાવ ને યાદ કરતા તેમના ભૂતકાળ મા સરી પડ્યા હતા આ ભાવ ભવ્ય હતી આ વાવ નું પ્રવેશદ્વાર હતું અને પગથિયાં છેક વાવ મા પાણી સુધી જતા હતા!જ્યારે આજે આ કંથકોટ ની વાવ મા માત્ર બચ્યું છે કુવો અને એ પણ સિમેન્ટ થી લિપિ નાખેલ જોવા મળે છે અને જૂની વાવ ના અવશેષો બાજુ માં જૂની દીવાલો અને પથ્થર મા કોતરાયેલ પાણી ની ક્યારી જોવા મળે છે!
કંથકોટ ની આ વાવ કંથકોટ ના કિલ્લા ના પ્રવેશદ્વાર ની પહેલા જ આવે છે!કંથકોટ કોઈ આવે ને આ વાવ જોવી હોય તો કદાચ મળે પણ નહિ એટલે કંથકોટ ના પ્રવેશદ્વાર ની પહેલા એક પાણી નો ટાંકો આવે છે અને બોર જેવું પણ આવેલું છે બાજુ માં ત્યાં બાવળ નું જુંડ આવેલું છે તેની અંદર આ વાવ નો કુવો આવેલો છે અને ત્યાં બાવળ વચ્ચે આપ ને જૂની વાવ ના અવશેષો જોવા મળે છે
જેમાં વાવ ની જૂની દીવાલ તેમજ બાકી ના પથ્થર ના અવશેષો જોવા મળે છે!કંથકોટ ની વાવ ના બાકી ના પગથીયા અને અન્ય દટાઈ ગયું છે! આ વાવ નો કુવો હાલ મોજૂદ છે અને કૂવા મા પાણી પણ ખુબજ ઊંડું જોવા મળે છે છેક સુધી કૂવા ને સિમેન્ટ થી પ્લાસ્ટર કરેલ જોવા મળે છે!
પરંતું કૂવા ના પત્થરો વગેરે બધું જ એમજ જૂનું જ છે!આવી અનેક વાવો અને અનેક વિસરાતી વિરાસતો વાગડ મા જોવા મળે છે!આ વાવ કોણે બંધાવી તે વિશે મને માહિતી નથી મળી પરંતુ દરેક વાવ નો આગવો ઇતિહાસ હોય છે!
✍️ મહાદેવ બારડ વાગડ