કઠવા ગામે રાત્રિના સમયે જુગાર રમતા 11 ઇસમોને અલંગ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ભાવનગર રેન્જ,ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર આર.એચ.જાડેજા ના.પો.અધિ. સા મહુવા વિભાગ મહુવાની સુચના મુજબ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ- જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી.

આજરોજ અલંગ પોલીસ. સ્ટાફનાં માણસો પો.ઇન્સ ડી.જી.પટેલ ની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કઠવા ગામ પાસે પહોંચતા હેડ.કોન્સ એ.બી.ડાભી ને મળેલ બાતમી કઠવા ગામની વાડી વિસ્તારમાં હેઠલા નેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં નેરાની કાઠે ચેક ડેમની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં રેઇડ કરતાં જાહેરમાં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૩,૩૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેન્તીભાઇ રાજાભાઇ મકવાણા,ઉ.વ.૪૩,રહે.કઠવા વિનુભાઇ હકાભાઇ બારૈયા, ઉ.વ.૩૭,રહે.કઠવા હરેશભાઇ ધરમશીભાઇ મકવાણા, ઉ.વ.૩૨, રહે. કઠવા રૂપાભાઇ જોધાભાઇ મકવાણા, ઉ.વ.૪૫, રહે.કઠવા,
ગોરધનભાઇ ભીખાભાઇ મકવાણા, ઉ.વ.૪૨,રહે.કઠવા બુધાભાઇ હકાભાઇ મકવાણા, ઉ.વ.૩૦,રહે.કઠવા,
જગદિશભાઇ ઉર્ફે નાનજીભાઇ ખાટાભાઇ બારૈયા, ઉ.વ.૩૧,રહે. કઠવા વિપુલભાઇ ભુપતભાઇ કુડેચા, ઉ.વ.૨૬, રહે.કઠવા દશરથભાઇ બેચરભાઇ મકવાણા, ઉ.વ.૩૨,રહે.કઠવા રમેશભાઇ ઉર્ફે બુધાભાઇ પાંચાભાઇ મકવાણા,ઉ.વ.૪૨, રહે. કઠવાહકાભાઇ ઉર્ફે જીગરભાઇ મેઘાભાઇ મેર,ઉ.વ.૪૨,રહે. કઠવા,તા.તળાજા જિ.ભાવનગર

આ સમગ્ર કામગરીમાં અલંગ પો.સ્ટે ના પોલીસ ઇન્સ. શ્રી ડી.જી.પટેલ સાહેબ તથા, HC.એ.બી.ડાભી પો.કો યોગરાજસિંહ મહેન્દ્રસિંહ વિરૂભાઇ નથુભાઇ ધનશયામ સિંહ મીઠુભા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *