કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવનગરમાં સ્થાપના કરવામાં આવેલ સાત દરવાજાવાળી પ્રાચીન વાવ ધરાવતું જશોનાથ મહાદેવનું મંદિર.
ગોહિલવાડમાં આમ તો અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે. ભાવનગર રાજ્યના મહારાજાઓને શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા હતી. તેથી રાજ પરિવારે તખેશ્વર, જશોનાથ મહાદેવ મંદિર સહિત ઘણાં શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના દોઢ સદી પૂરાણું મહાદેવના મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે.
આજે આપણે જશોનાથજી મહાદેવની વાત કરીશું અને કેહવાય છે.જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના માવનગરના મારાન જશવંતસિંહજી ભાવસિંહજી ગોહિલે તેમના ગુરૂદેવ નાખી સાપુ ભૈરવનાથજીના આદેશથી તપોભૂમિ સમાધિ સ્થાન પાસે આજથી ૧૫ વર્ષ પૂર્વે વિ.સ.૧૯૨૧ મહા સુદ-૭ના રોજ કરી હતી. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક શિવાલયમાં ગોહિલ વંશનામુરલીધરજી અને રધુનાથજીનું મંદિર અને સાતં દરવાજાવાળી પ્રાચીનવાવ આવેલી છે.
શિવજીના મંદિર પરીસરમાં આવેલા પીપળના વૃક્ષ નીચે માતા-પિતાનું બારમું (તર્પણ વિધિ) કરવાનું અનેરૂ મઝાત્મય છે, દોઢ દાયકા જૂના જશોનાથજી મહાદેવના મંદિરની મુલાકાત દેશના મહાપુરૂષો, સંતો-મહંતોએ પણ લીપી છે. જેમાં રાષ્ટ્રપિતા lમહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણીનો સમાવેશ થાય છે, નવલકથા સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીં જ રોકાઈને નવલકથા લખી હતી. તો સંન્યાસી બન્યા બાદ ગગા ઓઝા જનાથ મંદિરમાં નિયમિત કરતા હતા. ગાંધીજીના ગુરે સુરતીસાહેબના આગ્રહથી ઈ.સં. ૧૯૮૧માં બાળ સંન્યાસી પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ મળ્યા તા. ચારેય પીઠના શંકરાચાર્યજી સંતો-આચાર્યો અને મહંતો જશોનાથ મંદિરે આવ્યા હતા.
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું ૧૨૦૦ પાદરનું પ્રથમ રજવાડું દેશને સમર્પત કેવું હતું. ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લાપેલાં નિર્ણય બાદ ૧૫મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યાં ત્યારે જશોનાથ મહાદેવ મંદિરમાં ભાવનગરના મહાજનો અને પ્રજાની ઉપસ્થિતિમાં વિશાળ મેદની વચચે સભા યોજવામાં આવી હતી. આ સભાના પ્રમુખ સ્થાનેથી કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે ભાવનગરની પ્રજાજોગ છિલ્લું સંબોધન કર્યું હતું તેવી ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટે માહિતી આપી હતી.