કેલિફોર્નિયામાં એક માતાએ જુદા જુદા વર્ષેમાં જોડિયા ભાઈ-બહેનને જન્મ આપ્યો, આ વાતન જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું, બન્યો નવો રેકોર્ડ
જોડિયા બાળકોના જન્મને લઈને એક દુર્લભ ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા ટ્વિન્સ બાળકો જન્મ્યા બાદ આખી દુનિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યા છે. વાસ્તવમાં અલગ-અલગ વર્ષોમાં આ જોડિયા બાળકોના જન્મને કારણે ચર્ચા ચાલી રહી છે. બંનેના જન્મમાં માત્ર 15 મિનિટનો જ તફાવત છે પરંતુ પ્રથમ બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો અને બીજા બાળકનો જન્મ વર્ષ 2022માં થયો હતો.
કેલિફોર્નિયામાં, માત્ર 15 મિનિટમાં જન્મ આપતી સ્ત્રી સાથે આવી દુર્લભ ઘટના, બે મિલિયનમાંથી એક સગર્ભા સ્ત્રી સાથે એક સાથે થાય છે. મળતી માહિતી મુજબ, ફાતિમા મદ્રીગલે કેલિફોર્નિયામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે 11:45 વાગ્યે પુત્ર આલ્ફ્રેડોને જન્મ આપ્યો હતો અને ત્યારપછી લગભગ 15 મિનિટ પછી વર્ષ 2022માં પુત્રી આયલિનનો જન્મ થયો હતો. આ રીતે મેડ્રિગલે જુદા જુદા વર્ષોમાં તેના જોડિયા બાળકોને જન્મ આપ્યો. હવે મદ્રીગલ કહે છે કે હું પોતે આશ્ચર્યચકિત છું કે મેં જુદા જુદા વર્ષોમાં મારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.
Natividad મેડિકલ સેન્ટરના એક ફેમિલી ડોક્ટરે કહ્યું, ‘આ ચોક્કસપણે મારી કારકિર્દીનો સૌથી યાદગાર જન્મ છે.’ તેણે કહ્યું, ‘આ માસૂમ બાળકોને વર્ષ 2021 અને વર્ષ 2022માં જન્મ લેવા માટે મદદ કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. નવું વર્ષ શરૂ કરવાની કેટલી શાનદાર રીત છે.’ આ નવજાત શિશુનો ફોટો શેર કરતા હોસ્પિટલે લખ્યું છે કે ‘આવી ઘટના 2 મિલિયનમાંથી એક સાથે થાય છે. જોડિયા બાળકોને જન્મ આપનાર ફેમિલી ડોક્ટર અન્ના એબ્રિલ એરિયસે કહ્યું કે આ તેની કારકિર્દીનો સૌથી રસપ્રદ ડિલિવરી કેસ હતો. ફાતિમા મદ્રીગલ અને તેના પતિ રોબર્ટ ટ્રુજીલો તેમના પરિવારમાં અન્ય ત્રણ બાળકો છે. બે છોકરીઓ અને એક છોકરો. હવે આ જોડિયા બાળકોના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અંદાજ મુજબ અમેરિકામાં દર વર્ષે 120,000 જોડિયા જન્મે છે. જો કે, જુદા જુદા જન્મદિવસ પર જોડિયા જન્મ ખૂબ જ દુર્લભ છે. અલગ-અલગ જન્મદિવસો તેમજ અલગ-અલગ મહિનાઓ અને વર્ષોનો આ એક દુર્લભ કિસ્સો છે. આવી જ દુર્લભ ડિલિવરી 31મી ડિસેમ્બર 2019ના રોજ જોવા મળી હતી. ડોન ગિલિયમે રાત્રે 11:37 વાગ્યે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને પછી 1 જાન્યુઆરી 2020 ના રોજ બપોરે 12.07 વાગ્યે તેના બીજા બાળકને જન્મ આપ્યો. આ જોડિયા બાળકોનો જન્મ કાર્મેલ, ઇન્ડિયાનાની એસેન્શન સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં થયો હતો.