કોંગ્રેસ પાર્ટીના આ નેતાએ ” ગગુંબાઈ કાઠિયાવાડ ” ફિલ્મનું નામ બદલવાનું કહ્યું, આ નામનાં લીધે ગુજરાત પર આવી અસર પહોંચશે.
જ્યારે જ્યારે સંજયલીલા ભણશાલીની ફિલ્મો રિલીઝ થઈ છે, ત્યારે તે ફિલ્મો વિરોધ થયો છે. ખાસ કરીને આ ફિલ્મોનો વીરોધ ગુજરાતમાં વધુ થયો હતો તેવી ફિલ્મ એટકે રામલીલા. હવે ફરી એક વખત ગુજરાતની પુષ્ઠભુમી પર બનનારી બોલીવુડની લોકપ્રિય ફિલ્મ જેની હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ એટલે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’.
હાલમાં જ્યાં જુઓ ત્યાં આ ફિલ્મો વિવાદોથી ઘેરાયેલી છે તેમજ હાલમાં જ હવે મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે તેનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થઇ રહ્યું છે.
વાત જાણે એમ છે કે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,
સાઉથ મુંબઈના મુંબાદેવી મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અમીન પટેલે બાકાયદા મહારાષ્ટ્રની વિધાનસભામાં આ માગ કરી છે. એમણે હાકલ કરી છે કે આ મુદ્દે મહારાષ્ટ્રની સરકારે દખલગીરી કરીને ફિલ્મનું નામ બદલાવડાવવું જોઇએ. અમીન પટેલના કહેવા પ્રમાણે પચાસના દાયકાની સરખામણીએ આજે કમાટીપુરા વિસ્તાર અનેકગણી પ્રગતિ કરી છે અને તે વિવિધ વ્યવસાયોમાં મોખરાનું સ્થાન ભોગવે છે.
અમુક રિપોર્ટ્સ પ્રમાણે એકસમયે ગણિકાવૃત્તિ માટે બદનામ એવા કમાટીપુરા વિસ્તારના વર્તમાન કહેવાસીઓએ પણ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ટ્રેલરમાં તેમના વિસ્તારના ચિત્રણ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે કમાટીપુરાના બસ્સો વર્ષના ઇતિહાસનું અત્યંત વરવું ચિત્રણ કરે છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી ક્રાઇમ રાઇટર એસ. હુસૈન કેંદીના પુસ્તક‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈના ગંગુબાઈના પ્રકરણ પર આધારિત છે, જે સત્ય ઘટના પરથી લખાયેલું છે. આ ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણને પણ ચમકાવતી આ ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થશે.