કોરના વેક્સિનની નોંધણી નામે જોઈ કોઈ આધાર કાર્ડ માગે તો સાવચેતી રાખજો!
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઓનલાઇન ફ્રોડ વધુ થાય છે. આવા બનાવો પાછળ આપણે શીખ લેવી જોઈએ કે, આપણી અંગત વિગતો જાણ્યાં વગર અને તમામ પૂછપરછ કર્યા વગર કોઈ પણ વ્યક્તિની સાથે શેર ન કરવી જોઈએ. હાલમાં કોરોના વેકસીન બહાર પડવા જઇ રહી છે, ત્યારે આ ઘટનાને પણ બહાનુ બનાવીને આરોપીઓ લોકો પાસેથી ડોક્યુમેન્ટ્ માંગીને તેમની સાથે ફ્રોડ કરી શકે છે. ચાલો ત્યારે જાણીએ કે ખરેખર આ મુદ્દો શુ છે
આજના ડીજીટલ યુગમાં ઈ-ચિટર્સ નવા નવા પેંતરા શોધીને લોકોને છેતરવાના બહાના શોધી જ લેતા હોય છે. આ વર્ષ આપણાં સૌ કોઈ માટે ખરાબ રહ્યું છે, જ્યારે હવે વેક્સીન આવાની છે ત્યારે એક નવી આશા દેખાય છે.કોરોનાથી ગભરાયેલા છે અને વેક્સિનેશન થાય એની રાહ જોઈ રહ્યાં છે. આવા તબક્કે વેક્સિનેશન રજીસ્ટ્રેશનના નામે ફોન કરીને આધાર કાર્ડ નંબર મેળવીને ઈ-ચિટિંગ થઈ શકે છે તેની સામે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે
ઘરે ઘરે જઈને વેક્સિનેશન માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે હવે, કોરોના વેક્સિન કરવા માટે નામ નોંધણી કરાવવા માટે ફોન આવવાના શરૂ થયાં છે. કોરોના વેક્સિનેશન માટે નામ નોંધણી કરવાનું કહીને આધાર કાર્ડ નંબર માગવામાં આવે છે
આધાર કાર્ડનો નંબર આપો એટલે થોડી જ વારમાં તમારા મોબાઈલ ફોન પર આવેલો ઓટીપી માગવામાં આવે છે ઓટીપી જણાવો એટલે તમારૂં રજીસ્ટ્રેશન થઈ જશે તેમ કહેવાય છે પરંતુ, ઓટીપી નંબર આપો એટલે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવામાં આવે તેવું બની શકે છે.
સાયબર ક્રાઈમના કહેવા મુજબ, અત્યાર સુધી તો કોરોના વેક્સિનેશન રજીસ્ટ્રેશનના નામે ચિટિંગ થયાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો નથી. પરંતુ આ પ્રકારની ઘટના બની શકે છે. કોરોના વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કીંગ, આધાર કાર્ડ કે અન્ય વિગતો ન આપો તેમા જ તમારી સાચી સમજદારી છે, એટલામાં માટે સાવચેતી એજ તમારી સુરક્ષા છે.