કોરોના કાળ બની ને ત્રાટક્યો વધુ એક અભિનેત્રી નો જીવ ગયો
કરોના વાયરસની બીજી લહેર કાળ બનીને ત્રાટકી છે. જેણે અનેક લોકોનો ભોગ લીધો અને હજું પણ લઇ રહી છે. ત્યારે મરાઠી ફિલ્મો અને ટીવી સિરીયલનું જાણીતું નામ તેમજ છીછોરે સહિતની હિંદી ફિલ્મોમાં પણ કામ કરનાર અભિનેત્રી અભિલાષા પાટીલનું પણ કોરનાના કારણે મોત થયું છે. અભિલાષાને થોડા સમય પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ત્યારે આજે તેણે મુંબઇમાં 47 વર્ષની ઉંમરે અંતિ શ્વાસ લીધા છે. મુખ્યત: મરાઠી ફિલ્મો અને ટીવી સાથે જોડાયેલ અભિલાષાએ બદ્રિનીથ કી દુલ્હનિયા, છિછોરે, ગૂડ ન્યૂઝ, મલાલ જેવી હિંદી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. છીછોરે ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતું. મળતી માહિતિ પ્રમાણે અભિલાષા એક શૂટીંગના અંતર્ગત બનારસ ગઈ હતી. એક વેબ શઓના શૂટિંગ માટે તે ગઇ હતી. જ્યાં તેની તબિયત ખરાબ થતા તે મુંબઇ પરત ફરી હતી.
જ્યારે તે મુંબઈ પરત ફરી તો તેને કોરોના વાયરસનાં કેટલાક લક્ષણો નજરે આવ્યા હતા. ત્યાર બાદ તપાસ કરાવી તો તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી મુંબઇની એક હોસ્પિટલના આઇસીયુમાં તેણીને દાખલ કરવામાં આવી હતી. જ્યા તેની તબિયત સતત બગડતી રહી અને અતે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઇ.