બનાસકાંઠા જિલ્લાના કોરોના સંક્રમણને અટકાવવા દાંતીવાડા ગામ સેનીટાઇઝ કરાયું
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં દિન- પ્રતિદિન કોરોના સંક્રમણ માં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને દાંતીવાડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં શેરીઓ, મહોલ્લામાં અને રસ્તાઓમાં ટ્રેકટર થી ચાલતાં પંપ વડે સેનિટાઇઝર નો છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. અને દાંતીવાડા ગામના લોકોની સલામતી માટે સરપંચ રણજીતસિંહ વાઘેલા તાલુકામાં હરહંમેશ અગ્રેસર હોય છે.
ત્યારે કોરોના નું સંક્રમણ માં વધારો ના થાય તે માટે દાંતીવાડા આખા ગામમાં ટ્રેક્ટરના પંપથી સેનિટાઇઝર નો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેથી ગામમાં સેનિટાઈઝર નો છંટકાવની કામગીરી કરી તે બદલ ગામના લોકોએ સરપંચ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા