કોળી સમાજ ની સુધરતી સ્થિતી અને વિવિધ મંડળો ની સ્થાપના વિષે જાણો

આજે આપણી પાસે જે છે તે, ગઈકાલે બીજાનું હતું. આવતીકાલે બીજાનું થઈ જશે. પરિવર્તન સંસારનો નિયમ છે. સદીઓથી ઉપેક્ષિત થતા રહેલા તળપદા કોળી પટેલ સમાજમાં ઓગણીસમી સદીથી ધીમી પણ મક્કમ ગતિમાં પરિવર્તન થવાનું શરૂ થઈ ગયું હતું.

ઈ.સ.૧૯૦૨માં નવસારીથી સૌ પ્રથમ માંધાતા કોળી પટેલોએ દક્ષિણ આફ્રિકા જવાની શરૂઆત કરી, સામાજિક પરિવર્તનના શ્રીગણેશ કર્યા હતા. ત્યાર બાદ ઈ.સ. ૧૯૧૩ માં ગુજરાતના તળપદા કોળી પટેલો ન્યુઝીલેન્ડ ગયા હતા. શિક્ષણ અને ધંધાર્થે વિદેશગમન બાદ કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિ સધ્ધર બનવા પામી હતી. સધ્ધર થયેલા સમાજ સેવી જ્ઞાતિ બંધુઓએ કોળી સમાજના વિકાસ માટે કોળી પરિષદો’ અને ‘જ્ઞાતિ મંડળો’ શરૂ કર્યા હતા.

સમાજ સંગઠનોને મજબૂત બનાવતા ભાષણો બાદ સમાજમાં ‘નવ ચેતના” નો સંસાર થયો હતો. ઈ.સ. ૧૯૨૦ પછી સમાજના જરૂરિયાત મંદોને મદદ કરવા ‘સમૂહ પ્રસંગો’નું આયોજન થવા લાગ્યું હતું. સમૂહ પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા સમાજના આર્થિક રીતે સંપન્ન માણસો પાસેથી ફંડ ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી હતી. સમૂહ પ્રસંગો અને ફંડફાળો થતા. ઈ.સ. ૧૯૨ ૫ પછી કોળી સમાજના ગરીબ ખેડૂતો અને ખેતમજૂરો શાહુકારોની દેવાદારી

અને સાથીપણાની ગુલામીમાંથી મુક્ત થવા લાગ્યા હતા, ખેતમજૂરી સ્વતંત્ર કામ કરતા થયા. ખેડૂતો ખેતી સિવાયના ધંધાની શોધ ક૨વા લાગ્યા હતા, ખેતમજૂરો સ્વતંત્ર કામ કરતા થયા, ખેડૂતો ખેતી સિવાયના ધંધાની શોધ કરવા લાગ્યા. ખેતીની સીઝન સિવાયના દિવસોમાં શહેર. કે ઔઘોણિક એકમોમાં મજૂરી કરી આર્થિક રીતે પગભર થયેલા કોળી સમાજની શૈક્ષણિક સ્થિતિ પણ સુધરવા લાગી. ઈ.સ. ૧૯૮૦ પછી શિક્ષિત કોળી યુવાનો ક્લાર્ક (કારકુન)ની નોકરી કરતા થયા.

શિક્ષણનું પ્રમાણ વધતા શિક્ષક, તલાટી, જમાદાર જેવી નોકરી મેળવતા થયા. ભણતર ઉપર ભાર મૂકાવાને કારણે કોળી સમાજના માણસો વધારે પ્રમાણમાં ઈતર વાંચન અને લેખન કરવા લાગ્યા. ઈ.સ. ૧૯૬૧માં ભાવનગરના કોળી સમાજના સાહિત્ય અને શિક્ષણપ્રેમી શ્રી બચુભાઈ પીતાંબરભાઈ કામ્બડ દ્વારા “કોળી કોમનો ઈતિહાસ” નામનો ઐતિહાસિક ગ્રંથ લખાયો. આ ગ્રંથની મદદથી કોળી સમાજની તમામ ઉપજાતિઓમાં નવું જોમ અને નવી જાગૃતિ આવ્યાં.

ઈ.સ.૧૯૬૪ માં ‘પંચાયતી રાજ’ શરૂ થયું. પંચાયતી રાજ આવતા કોળી સમાજના ભણેલા ગણેલા અને આર્થિક રીતે સમૃદ્ધ માણસો રાજકરણમાં પણ સક્રિય થયા. જેના કારણે કોળી સમાજની રાજકીય તાકાત પણ વધવા લાગી હતી. ઈ.સ. ૧૯૬૭ સુધીમાં કોળી સમાજના હિતવર્ધક મંડળોની સ્થાપના થઈ ચૂકી હતી. સમસ્ત ભારત દેશના કોળી સમાજની એકતા માટે ઈ.સ. ૧૯૬૮માં ‘અખિલ ભારતીય કોળી સમાજ’ની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી.

‘અખિલ ભારતીય કોળી સમાજ’નું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન તા. ૨૬/૦૬/૧૯૬૯ ના રોજ મહારાષ્ટ્રના ‘અકોલા’ મુકામે મળ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાતના સમસ્ત કોળી સમાજના તમામ હિતવર્ધક મંડળો અખિલ ભારતીય કોળી સમાજ સાથે જોડાઈ ગયા હતા. તા ૧૯/૦૩/૧૯૭૨ ના રોજ ‘અખિલ ભારતીય કોળી સમાજ’નું રજિસ્ટ્રેશન થયું. જેનો રજિસ્ટ્રેશન નંબર ૫૩૫૬ ૧૯૭૧-૭૨ છે. ઈ.સ. ૧૯૭૯માં ગુજરાતમાં વસતા કોળી સમાજની તમામ ઉપજાતિના લોકોનો ‘બક્ષીપંચ જ્ઞાતિમાં સમાવેશ થયો હતો.

જેનાથી કોળી યુવકોને શિક્ષણ અને નોકરી માટે અનામતનો લાભ મળવા લાગ્યો. ઉચ્ચ અભ્યાસ માટે સરકાર તરફથી સ્કોલરશિપ પણ મળવા લાગી. રાજકીય સમાજસેવી માણસો, ભણીને સુધરેલા માણસો તથા સમાજપ્રેમી માણસો ભેગા થઈને કોળી સમાજની વરવી સામાજિક પરિસ્થિતિ વિષે ચિંતન પણ કરવા લાગ્યા. વરવી બનતી જતી સમાજ વ્યવસ્થામાંથી બહાર નીકળી, સામાજિક રીત રિવાજોના વ્યવહારને વધુ સરળ બનાવવાના ગહન ચિંતન માટે ‘ચોટીલા’ મુકામે તા. ૨૦/૧૧/૧૯૭૩ના રોજ સમસ્ત તળપદા સમાજનું વિશાળ સંમેલન થતું. તળપદા સમાજના પ્રથમ વિરાટ સંમેલનમાં સુરેન્દ્રનગર અને રાજકોટ વિસ્તારના ૧૪૬ ગામના સમસ્ત તળપદા સમાજના માણસો ભેગા થયા હતા.

નવ કલાકના વિચારવિમર્શ અને ચિંતન બાદ સમસ્ત તળપદા સમાજના સામાજિક રીત-રિવાજના વ્યવહારને વધુ સરળ બનાવતા નિયમો ઘડવામાં આવ્યા. આ નિયમોને ‘નાતના બંધારણ” તરીકે મંજૂર કરવામાં આવ્યા. જાન, કારજ, આણું જેવા રીત રિવાજોમાં કરવામાં આવતા મોટા ખર્ચાઓ ઉપર અંકુશ મૂકી સમાજની પ્રગતિ માટે કટિબદ્ધતા નક્કી કરવામાં આવી. “નાતનું બંધારણ” મજબૂત બને અને તેનો વહીવટ સરળતાથી થાય તે માટે ગામ દીઠ ‘પંચ’ (પાંચ માણસોની નાત)ની સ્વૈચ્છિક નિમણૂંક કરવામાં આવી. ૧૨ ગામના પંચ ભેગા કરીને ‘હુન્ડા’ની રચના કરવામાં આવી.

નાત બંધારણમાં સમાજના પ્રમુખની નિમણૂંક કરવાનું પણ નક્કી થયુ. આ રીતે નાતના માણસોમાં અંદરોઅંદર ઊભી થયેલ ગૂંચ કે તકલીફનું નિવારણ ‘નાતપંચ’ લાવી શકે તેવી સામાજિક વ્યવસ્થા કરવામાં આવી. નાતના આ બંધારણનો આજે પણ અમલ કરવામાં આવે છે. સમૂહલગ્ન, છૂટાછેડા તથા સમાજના માણસોની અંદરોઅંદરની સમસ્યાનું સમાધાન કરવા આજે પણ નાત પંચનો નિર્ણય સર્વસમંતિથી માન્ય રાખવામાં આવે છે.

આ પ્રકારની વ્યવસ્થાથી તળપદા સમાજનો સામાજિક વિકાસ થયો છે. સમસ્ત કોળી સમાજના સહિયારા પ્રયાસથી ઈ.સ.૧૯૮૧માં શ્રી બચુભાઈના કોળી કોમનો ઈતિહાસ’ ગ્રંથનું પુનઃમુદ્રણ કરી, સમસ્ત કોળી સમાજમાં સામાજિક જાગૃતિની મશાલ જલતી રાખવામાં આવી હતી. ઈ.સ.૧૯૮૯ના ડિસેમ્બર મહિનાની ચોવીસ અને પચ્ચીસ તારીખના દિવસ માટે ગુજરાતના નવસારી મુકામે અખિલ ભારતીય કોળી સમાજનું પાંચમું અધિવેશન થયું હતું. આ અધિવેશનમાં ગુજરાતમાંથી દક્ષિ૪ આફ્રિકા , અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઈગ્લેન્ડ જેવા દેશોમાં સ્થિર થયેલા કોળી સમાજના સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો. જેથી આ અધિવેશન ‘આંતરરાષ્ટ્રીય કોળી સમાજ અધિવેશન’ હતું. સુરતના શ્રી અર્જુનભાઈ પટેલે ‘કોળી જ્ઞાતિની અર્થ, સામાજિક સ્થિતિ-ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’ નામનો કોળી વિષે સંશોધનાત્મક પીએચ.ડી. મહાનિબંધ તૈયાર કર્યો હતો.

શ્રી અર્જુન પટેલે આ અધિવેશનમાં આ વિષયનો સ્પેશિયલ રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટથી કોળી સમાજમાં વધારે જાગૃતિ આવી હતી. વિદેશથી આવેલા સામાજિક સેવાભાવી જ્ઞાતિબંધુઓએ, પોતાના દેશી જ્ઞાતિબંધુઓ માટે ‘શૈક્ષણિક ફંડ’ આપ્યું હતું. આ શૈક્ષણિક ફંડમાંથી કોળી સમાજના ગરીબ બાળકોને સ્કૂલ ફી, પુસ્તકો, સ્કોલરશિપ, ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન જેવી સગવડો આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રવૃતિ આજે પણ ચાલુ છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી કોળી સમાજની તમામ ઉપજાતિઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ વધુ સુધારવાના હેતુથી અને તમામ ઉપજાતિના સર્વાગી વિકાસ માટે ગુજરાત સરકારશ્રીના તા.૧૨/૦૯૨૦૦૨ ના ઠરાવ ક્રમાંક સશપ/૧૪૯૬) મ૧૦૪-અ થી ‘સમસ્ત ઠાકોર વિકાસ બોર્ડ” ની રચના કરવામાં આવી. બોર્ડની રચના અને કાર્યવાહી દરમ્યાન સરકારશ્રીને આ બોર્ડને વધુ સ્વાયત્તા આપવાના હેતુથી ‘નિગમ’માં રૂપાંતર કરવાની જરૂરિયાત લાગી.

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.-૧૩/૦૯/ ૨૦૦૭ ના ઠરાવ ક્રમાંક સશપ/૧૪૨૦૦૨/૯૭૧અ થી “ગુજરાત ઠાકોર કોળી નિગમ” અમલમાં આવ્યું. કોળી સમાજની તમામ ઉપજાતિઓમાં કુરિવાજો તથા અંધશ્રદ્ધા દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવો, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવી, આત્મનિર્ભર બનવું, રોજગારી મેળવવી જેવા ઉમદા હેતુ માટે ગુજરાત રાજયનું સરકારી એકમ “ગુજરાત ઠાકોર કોળી નિગમ” બનાવવામાં આવ્યું. જે હાલ ગાંધીનગરમાં કાર્યરત છે. ગુજરાત ઠાકોર કોળી નિગમની આર્થિક લોન સહાયથી કોળી સમાજનો યુવા વર્ગ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી પગભર થયા છે. તથા તેજસ્વી વિદ્યાર્થીવર્ગ શૈક્ષણિક લોન લઈ ઉચ્ચ અભ્યાસ કરવા સક્ષમ થઈ શક્યો છે.

સરકારી યોજનાઓ અને સમાજના હિતવર્ધક મંડળોના વ્યવસ્થિત નેટવર્કને કારણે છેલ્લા વર્ષોમાં કોળી સમાજની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં ઘણો બધો સુધારો થયેલો જોવા મળે છે, છેલ્લા વર્ષમાં ઘણા બધા આશાસ્પદ યુવાનો દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ફીઝી , યુ. કે. , કેનેડા, યુ.એરા એ , (બમાં જવા દેશોમાં ગયા અને ત્યાં જ લગ્ન કરી સ્થિર થયા છે, વિદેશમાં સ્થિર થયેલ ઘણા કોળીઓએ ભારતીય જીવન પણ છોડી દીધું છે, પોતાની કોળી તરીકેની અસલી ઓળખ છુપાવી બીજા ઉચ્ચ ભારતીયોની નજ૨માં તેમનું અલગ ‘સ્ટેટસ’ બનાવ્યું છે અને પોતાના બાળકોના ફેન્સી નામ’ પણ રાખ્યા છે. ફેન્સી નામવાળી નવી પેઢીને પોતાના બાપદાદાનો સંઘર્ષ જ યાદ નથી, તો પછી અસલી ‘કોળી સંસ્કૃતિ’ તો જાણતા જ ક્યાંથી હોય ? વિદેશ ગયેલા બધા જ કોળી લોકો પોતાની ‘કોળી સંસ્કૃતિ’ ને ભૂલી નથી જતા. સમાજપ્રેમી કોળી લોકોએ પોતાના જ્ઞાતિબંધુ માટે ફંડ ફાળો કરી ઘણી મદદ પણ કરી. છે.

તેમની મદદ અને તેમના સંદેશાથી સમાજનો ઘણો વિકાસ થયો છે. યુવાનો સાથે યુવતીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયરીંગ , મેડિકલ, કોમ્યુટર જેવા ક્ષેત્રમાં ‘વાઈટ કોલર જોબ કરે છે. જે સમાજના માણસો ક્લાર્કની નોકરીથી આગળ પ્રગતિ કરી શકતા ન હતા, તે સમાજના માણસો આજે એન્જિનિયર, ડોકટર, વકીલ, જજ, બિઝનેસમેન, ધારાસભ્ય, સંસદસભ્ય, રાજસભાના સભ્ય જેવી ઉચ્ચ કક્ષાની અને મોભાની જગ્યા પર બિરાજમાન છે. આજના સમયમાં કોળી સમાજની સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરૂષસમોવડી બની છે.

સ્ત્રી અનામતનો લાભ લઈ કોળી સમાજની સ્ત્રીઓ શિક્ષણ, રાજકરણ, નોકરી, વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં અગ્રેસર છે. છતાં પણ પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી અનામતની જગ્યા પર પોતાની પત્નીનું માત્ર નામ રાખી, પુરૂષો જ તમામ સત્તા ભોગવે છે. એટલે કે આટલી બધી જાગૃતિ, કાયદા, કાનૂન હોવા છતાં, આજનો પુરુષવર્ગ સ્ત્રીઓને સહેજ પણ સ્વતંત્રતા કે સ્વાયત્તા આપવાની તરફેણ કરતો નથી. પુરુષોના આ માનસિક રોગની દવા સમાજના કોઈ ડૉક્ટર પાસે પણ નથી. સમાજના સર્વાગી વિકાસ માટે આજે કોળી સમાજમાં વિવિધ એજયુકેશન ટ્રસ્ટો તથા માસિક સામાયિકો ઉમદા કામગીરી કરી રહ્યા છે. સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ટ્રસ્ટો, મંડળો, સંગઠનો, સામાયિકો વગેરેની મહત્વની ભૂમિકાથી જ ભવિષ્યના વર્ષોમાં અખંડ કોળી સમાજ’નું નિર્માણ અવશ્ય કરી શકાશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *