કોળી સમાજ નો રાજકીય સુવર્ણ યુગ અને ભગવાન બુધ્ધ વિશે ની ખાસ બાબતો જાણો

કોળ વૃક્ષની કૃપાથી સાજા થયેલ અમૃતા અને કોલ ઋષિએ “કોળ વૃક્ષ”ની સાક્ષીએ વિવાહ કર્યા અને નેપાળની વનરાઈના આશ્રમમાં જ સાથે રહેતા હતા. વિવાહ બાદ સમયાંતરે અમૃતા અને કોલ ઋષિને સોળ સંતાનો થયા. આ સોળ સંતાનો મોટા થતા તેઓએ નેપાળની વનરાઈના આશ્રમની આજુ-બાજુના કોલ વૃક્ષો સાફ કરી એક નગર બનાવ્યું. આ નગરમાં તેઓએ એક તળાવ પણ બંધાવ્યું. આ નગરીને “કોળીરાજ”ની રાજધાની બનાવી. અમૃતા અને કોલ ઋષિના સોળ સંતાનોમાં સૌથી જયેષ્ઠ પુત્ર “જગર” નો પહેલા “કોળી રાજા” તરીકે આ નગરમાં રાજ્યાભિષેક થયો.

નગરમાં બંધાવેલ તળાવમાં રાજા અને રાજ પરિવારના માણસો સ્નાન કરતા હતા. એ સમયે રાજાનું સ્થાન “દેવ” એટલે કે “ભગવાન” બરાબર હતું. દેવ જેમાં સ્નાન એટલે કે “દહ” કરતા હતા, તે તળાવના નામથી આ નગરનું નામ “દેવદહ” રાખવામાં આવ્યું. કોળી રાજ જગ્યરે થોડા પ્રદેશો જીતી સામ્રાજ્ય બનાવ્યું. પોતાના પિતા કોલ ઋષિ કે જેમનું મૂળ નામ “રામ” હતું, તેમની કાયમી યાદગીરી (નામના) તરીકે આ સામ્રાજ્યનું નામ “રામગ્રામ” રાખ્યું.

એટલે કે ઈતિહાસના દર્પણમાં એવું દેખાય છે કે નેપાળમાં કોળી રાજાના સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે “રામગ્રામ” અને “રામગ્રામ” વિસ્તારની રાજધાની એટલે “દેવદહ” નામની નગરી હતી.

દેવદહ રાજધાનીમાં કોળી રાજાનો કેસરિયા રંગનો રાજધ્વજ લહેરાતો હતો. જ્યારે પણ કોઈ શાહી કે યુદ્ધ સવારી નીકળતી હતી ત્યારે કોળી રાજચિહ્ન સમાન કેસરીયો રાજધ્વજ સૌથી આગળ રાખવામાં આવતો હતો. દેવદહના રાજમહેલ અને કિલ્લા ઉપર રાતદિવસ કેસરીયો રાજધ્વજ ફરકતો હતો. કોળી જાતિ ક્ષત્રિય હોવાની આ સૌથી મોટી ગૌરવપૂર્ણ હકીકત છે.

કોળી સામ્રાજય રામગ્રામની કોળી પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. રામગ્રામની સરહદ પર “રોહિણી” નદી વહેતી હતી. રામગ્રામના કોળી ખેડૂતો રોહિણી નદીના પાણીથી ખેતી કરતા હતા. રોહિણી નદીના બીજા કાંઠા પર શાક્ય વંશજોની “કપિલવસ્તુ”ની રાજધાનીનો વિસ્તાર હતો. શાક્ય પ્રજાનો વ્યવસાય પણ ખેતી હતો. શાક્ય ખેડૂતો પણ ખેતી માટે રોહિણી નદીના પાણીનો ઉપયોગ કરતા હતા.

ખેતી સિવાય કોળી અને શાક્ય પ્રજાનો બીજો વ્યવસાયે પશુપાલન પણ હતો. આમ તો કોળી પ્રજા અને શાક્ય પ્રજા વચ્ચે વ્યવહારિક અને કૌટુંબિક સંબંધો હતા. બંને પ્રજા સંપીને ભાઈ-ભાઈની જેમ રહેતી હતી. પરંતુ ખેતી માટે રોહિણી નદીના પાણીની વહેંચણી બાબતે અને પશુ ચરાવવા બાબતે કોળી પ્રજા અને શાક્ય પ્રજા વચ્ચે નાની-મોટી તકરાર થતી રહેતી હતી. કોળીરાજ જમ્મર પછી ઘણા સમય સુધી ખાસ કોઈ પ્રતાપી કોળી રાજા થયો ન હતો. કોળી રાજાની વંશાવળી મુજબ જમ્મરનો પુત્ર વિશાલ, વિશાલનો પુત્ર ઉદયન, ઉદયનનો પુત્ર માવર, માવરનો પુત્ર શત્રુજીત, શત્રુજીતનો પુત્ર પ્રવજન, પ્રવજનનો પુત્ર વીરસેન, વીરસેનનો પુત્ર અમૃતદેવ, અમૃતદેવનો પુત્ર ત્રિભુવન, ત્રિભુવનનો પુત્ર વિક્રમ, વિક્રમનો પુત્ર જયવર્ધન, જયવર્ધનનો પુત્ર સિંહવર્ધન અને સિંહવર્ધનનો પુત્ર અંજન થયો.

ઈ.સ. પૂર્વે ૬૧૯માં કોળી રાજા અંજનનો જન્મ થયો હતો. મહારાજા અંજન સૂર્યવંશી નાગક્ષત્રિય રાજારામની તેર (૧૩) મી પેઢી, અને ઈક્વાકુના કોલીય સૂર્યવંશી ક્ષત્રિય વંશની એકસો ચોવીસ (૧૨૪)મી પેઢીમાં જન્મ્યા હતા. રાજા અંજનનો રાજ્યાભિષેક થયો ત્યારે રામગામના કોળી રાજચિહ્ન નીચે નાનાં નાનાં ચોવીસ રાજયો હતાં.

રાજા અંજનના રાજ્યાભિષેક બાદ મહારાજા અંજને પોતાના બાહુબળથી આજુ-બાજુના લગભગ ૮૪ (ચોર્યાસી) રાજયો જીતીને કોળી ગણરાજ્ય રામગ્રામનો વિસ્તાર નેપાળથી આગળ તિબેટ, બર્મા અને સમગ્ર ઉત્તર હિન્દુસ્તાન સુધી ફેલાવી, એકચક્રી શાસન સ્થાપિત કર્યું હતું. કોળી રાજા અંજન સાહસી, બળવાન, બુદ્ધિમાન, ચતુર અને દાનવીર હતા. આ સમયે કપિલવસ્તુ રાજયમાં શાક્ય વંશી રાજા જયસેન રાજ કરતા હતા. શાક્ય વંશી રાજા જયસેનની પુત્રી સુલક્ષણાને યશોધરા પ્રથમના નામથી પણ ઓળખવામાં આવે છે. સુલક્ષણા (યશોધરા પ્રથમ)ના લગ્ન માટે જ્યારે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે, આ સ્વયંવરમાં બુદ્ધિ અને ચાતુર્યભરી ત્રણ શરતો રાખવામાં આવી હતી.

આ ત્રણ શરતો આ મુજબ હતી. (૧) રંગ, દેખાવ અને વજનમાં એક સરખા જ દેખાતા બે હીરાને જોઈને અસલી હીરો ઓળખી બતાવવો. (૨) તળાવના પાણીમાં રહેલી હોડીને, તળાવના પાણીમાં પડ્યા વગર અને હોડીને અડક્યા વગર કિનારા પર લાવવી. (૩) કાગળોની બે બંધ (વાળેલી) ચીકી, જેમાં એકમાં “હા” અને એકમાં “ના” લખ્યું છે. પહેલી બે શરતો પૂરી કરનાર રાજા કોઈપણ એક ચિઠ્ઠી ઉપાડે અને તેમા જો “હા” લખ્યું હોય તો રાજકુંવરી સાથે લગ્ન થાય. અને “ના” લખ્યું હોય તો તે રાજાને અપમાનિત કરી રાજ્યમાંથી બહાર કાઢી દેવામાં આવે. સ્વયંવરમાં આવેલા એકપણ રાજા આવી બુદ્ધિ અને ચાતુર્યભરી શરતોનો ઉકેલ આપી શક્યા નહોતા. સ્વયંવરમાં પધારેલા કોળી રાજા. અંજને પહેલી શરતમાં બંને હીરાને પાણીમાં નાખ્યા. જે નકલી હીરો.

હતો તે પાણીમાં ઓગળી ગયો, અને અસલી હીરો રાજ કુવંરીને આપ્યો, બીજી શરતમાં કોળી રાજા અંજન તળાવના કિનારે બેસી પાણીને હલાવવા. લાગ્યા. તેનાથી જે તરંગો ઉત્પન્ન થયા તેની મદદથી હોડીને કિનારા પર લાવ્યા.

ત્રીજી શરતમાં કોળી રાજા અંજને એક ચિઠ્ઠી ઉપાડીને તેને ખોલ્યા વગર જ ખીસામાં મૂકી દીધી અને બીજી ચિઠ્ઠી રાજકુંવરી જોડે ખોલાવી હાજર જનતાને બતાવી , આ યુક્તિમાં કોળી રાજા અને અંજનની બુદ્ધિચાતુર્યતા એ હતી કે જો રાજકુવંરીએ જનતાને બતાવેલી ચિઠ્ઠીમાં ના” લખ્યું હોય તો પોતાના ખીસામાં રહેલ ચીઠ્ઠી ખોલીને “હા” લખેલું બતાવી શરત જીતી જાય. અથવા રાજકુવંરીએ જનતાને બતાવેલી ચિઠ્ઠીમાં હા” લખેલું હોય તો, પોતે “ના” લખેલી ચિઠ્ઠી ખોલી જ નથી તેવું કહીને પણ શરત જીતી ગયા જ કહેવાય તેવું સાબિત કરી શકાય. આમ બુદ્ધિ અને ચાતુર્યની આ ત્રણેય શરતો જીતીને કોળી રાજા અંજને, શાક્ય રાજા અને જયસેનની સુપુત્રી સુલક્ષણા (યશોધરા પ્રથમ) સાથે લગ્ન કર્યા હતા.

કોળી રાજા અંજનના સમયમાં પંચાગની ગણતરી માટે “કોડાજ સંવત” અમલમાં હતો. “કોડાજ સંવત”ની ખગોળીય ગણતરીમાં ઘણી ખામીઓ હતી, કોડાજ સંવત-૧૮૪૧માં કોલી રાજ અંજને મહર્ષિ “કાલ અસિત દેવલ”ના કહેવાથી, એ સમયના ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને જ્યોતિષીઓનુ મહાસંમેલન બોલાવ્યું હતું. આ સંમેલનમાં કોડાજ સંવતની સમય ગણના કરવામાં આવી, કોડાજ સંવતની શરૂઆત ફાગણ મહિનાની પૂનમથી થતી હોવાથી તેમાં ભૂલ આવે છે, તેવું આ સંમેલનમાં નક્કી થયું.

પંચાગની સાચી ગણતરી માટે ચૈત્ર માસની સુદ પક્ષની એકમ તિથિથી સંવતની શરૂઆત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. અને તેનો અમલ કોડાજ સંવત ૧૮૪૭થી કરવામાં આવ્યો. સંવતમાં સુધારો કરવાનો વિચાર અને તેના સંબંધી અન્ય બધી જ વ્યવસ્થા કોળી રાજા અંજને કરી હોવાથી નવા શરૂ થયેલા સંવતને “અંજન સંવત” નામ આપવામાં આવ્યું. એટલે કે આપણા કોળી સમાજના પૂર્વજ રાજાના નામથી સંવત શરૂ થયો એ જ આપણા કોળી સમાજ માટે ગૌરવ કરવા જેવો આપણો રાજકીય

સુવર્ણયુગ” હતો. નેપાળ અને બર્માના ઘણા પ્રદેશોમાં આજે પણ “અંજન સંવત” મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે. આપણે હાલ વિક્રમ સંવત મુજબ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. આજ રોજ વિક્રમ સંવત ૨૦૬૮, ઈસ્વીસન સંવત-૨૦૧૨ અને અર્જનસંવત-૨૭૦૩ ચાલે છે. કોળી સમાજની આ પૌરાણિક સત્ય કથા મુજબ સંવતની ગણતરી કરતા એવું તારણ નીકળે છે કે આજ રોજથી બે હજાર છસ્સો એકત્રીસ (૨૬૩૧) વર્ષ પહેલાં અને ઈસ્વીસન શરૂ થયાના ૬૧૯ (છસ્સો ઓગણીસ) વર્ષ પૂર્વ ભારતવર્ષમાં કોળી સમાજના રાજકીય સુવર્ણયુગમાં રાજા અંજનનો જન્મ થયો હતો.

રાજા અંજનના રાજકીય સુવર્ણયુગમાં ભારતવર્ષના હિમાલય પર્વતમાળાનો ઉત્તરપ્રાંત “કોળીપ્રાંત” કહેવાતો હતો. આ કોળીપ્રાંતમાં ખેતીલાયક જમીન સિવાયના વન્ય વિસ્તારમાં “કોલ”ના પુષ્કળ વૃક્ષો હતા. કોલ વૃક્ષને ગુજરાતીમાં “કોઠું” અને સંસ્કૃતમાં “બદરી” કહેવાય છે. બદરીના વૃક્ષોનું વન એટલે કે “બદરીવન” કોળી રાજાના અધિકારમાં હતું. કહેવાય છે કે આ વિસ્તારમાં સ્વયં ભગવાન વિષ્ણુ કોલનાથ” ના નામે રહેતા હતા. કોળી સમાજના પતનના વર્ષો બાદ બદરીવનના ભગવાન “કોલનાથ” પણ આર્ય રાજાઓની સત્તા અને ષડયંત્રના શિકાર બન્યા હતા. કોળી સમાજના કોલનાથને આજે આપણે ભગવાન “બદરીનાથ” તરીકે ઓળખીએ છીએ અને પૂજન કરીએ છીએ. મહારાજા અંજનને (બદરી) કોલ વનના લોકો “સમ્રાટ કોલ” કહેતા હતા.

“સમ્રાટ કોલ” નો રાજ્ય વિસ્તાર ખૂબ વધી જતા, ઉત્તર પ્રાંતમાં નવું નગર વસાવી, ત્યાંથી રાજાનો કારભાર ચલાવતા હતા. સમ્રાટ કોલ દ્વારા બનાવેલા આ નગરને આજે આપણે “કોલ્હાપુર” તરીકે ઓળખીએ છીએ. કોળી રાજા અંજનને સુપ્રબુદ્ધ અને દંડપાણી (પુંડરીક) નામના બે પુત્રો તથા મહામાયા અને મહાપ્રજાપતિ (ગૌતમી) નામની બે પુત્રીઓ હતી. રાજા અંજનની બંને પુત્રીઓ મહામાયા અને મહાપ્રજાપતિ (ગૌતમી) ના લગ્ન કપિલવસ્તુના શાક્યવંશી રાજા શુદ્ધોદન સાથે થયા હતા. તે સમયે મામા અને ફોઈ જેવા સગપણમાં અંદરોઅંદર લગ્ન થતાં હતાં.

અન્ય પ્રદેશોમાંથી આવેલા આર્યોએ દૈવીશક્તિનો ઉપયોગ કરી કોળી રાજા અંજનનો વધ કર્યો હતો. અંજન પછી તેનો પુત્ર સુપ્રબુધ્ધ રાજા થયો હતો. સુપ્રબુધ્ધને દેવદત્ત નામનો પુત્ર અને યશોધરા નામની પુત્રી હતી. આ યશોધરાનાં લગ્ન કપિલવસ્તુના શાક્યવંશી રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ સાથે થયાં હતાં. એ સમયે ફોઈ પાછળ ભત્રીજીના લગ્ન થતાં હતાં. એટલે કોળી વંશની ફઈ “મહામાયા” પાછળ કોળી વંશની ભત્રીજી “યશોધરા” ના લગ્ન શાક્યવંશમાં થયા હતા. શાક્યવંશી રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ ઈ.સ. પૂર્વે પ૬૩ માં થયો હતો. રાજકુમાર સિદ્ધાર્થ ખૂબ જ નાની ઉંમરમાં પત્ની “યશોધરા” અને પુત્ર “રાહુલ” ને ઊંધતા જ છોડી દઈને રાજમહેલમાંથી બહાર નીકળી ગયા હતા.

રાજમહેલ અને સંસાર છોડીને શાક્યવંશી રાજકુમાર સિદ્ધાર્થે એક પીપળાના ઝાડ નીચે બેસીને ચિંતન, ધ્યાન અને તપ કરી “તથાગત બુદ્ધ” તરીકેની પ્રસિદ્ધિ મેળવી હતી. શાક્ય અને કોળીવંશના રાજકુમારો ગૌતમ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા હતા. જેથી શાક્ય અને કોળીવંશની પ્રજાનું ગોત્ર “ગૌતમ” છે. શાક્યવંશી રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમગોત્રના હોવાથી તેવો “ગૌતમ બુદ્ધ” તરીકે પણ જાણીતા હતા.

અને અવૈજ્ઞાનિક સમાજ વ્યવસ્થા વિરુદ્ધ સશક્ત આંદોલન ચલાવ્યું અને સફળ સામાજિક ક્રાંતિનો ઝંડો સમગ્ર દુનિયાના દેશોમાં ફરકાવ્યો, ભગવાન બુદ્ધની આ સામાજિક ક્રાંતિથી સમાજને બરબાદ કરતા પાખંડી અને ધૂતારા જેવા માણસો ભગવાન બુદ્ધના દુશ્મનો બની ગયા. પરંતુ કપિલવસ્તુના શાક્યવંશી અને રામગ્રામના કોળી રાજા ઓની તાકાત તથા ભગવાન બુદ્ધની તપસ્વી શક્તિ સામે બધાં જ પાખંડી-ધૂતારા લાચાર બની ગયા હતા. ભગવાન બુદ્ધ કોળી સમાજના ભાણેજ હતા અને જમાઈ પણ હતા. સમસ્ત કોળી સમાજ ભાણેજ અને જમાઈના રૂપમાં અવતરિત થયેલ ભગવાન બુદ્ધના અનુયાયી બની પોતાની જાતને ધન્ય અને ભાગ્યશાળી માનતો હતો.

રોહિણી નદીના પાણીની વહેંચણી બાબતે કોળી પ્રજા અને શાક્ય પ્રજા વચ્ચે થતી નાની-મોટી તકરારે એકવાર મોટું રૂપ ધારણ કર્યું, ત્યારે કોળી રાજા અને શાક્ય રાજાઓએ પોતપોતાની વિશાળ સેનાને રોહીણી નદીના સામસામા બંને કિનારા પર ગોઠવી દીધી. ભયંકર યુદ્ધની શરૂઆત થવાના સમાચાર ભગવાન બુદ્ધને મળ્યા. ભગવાન બુદ્ધ બંને સેનાની વચ્ચે પહોંચી ગયા. ભગવાન બુદ્ધ સમાધાનલક્ષી ઉપદેશ આપતા કહ્યું કે, “કોળી પ્રજા અને શાક્ય પ્રજાના લોહીની કિંમત, રોહિણી નદીના પાણી કરતાં ઘણી જ વધારે છે,

અને આ કિંમતી લોહી વ્યર્થમાં વહેવું જોઈએ નહી.” ભગવાન બુદ્ધના આ ઉપદેશથી કોળી પ્રજા અને શાક્ય પ્રજા વચ્ચે સમાધાન થયું. કોળી પ્રજા અને રાજા ભગવાન બુદ્ધના અનુયાયી (શિષ્ય) બની ગયા. સમગ્ર જગત પણ બુદ્ધના “ધર્મ અને શાંતિ” ના રંગે રંગાઈ ગયું હતું. કપિલવસ્તુ, રામગામ, નેપાળ, બર્મા, ચીન, શ્રીલંકા અને સમગ્ર ભારતખંડની ધરતી પર ભયંકર રક્તપાત બંધ થવા લાગ્યો હતો. ધરતી પર માણસોના લોહીના બદલે ધર્મ, દયા અને શાંતિના પવિત્ર ધોધ વહેતા હતા.

આ પવિત્ર ધોધમાં સ્નાન કરતાં-કરતાં સમય એની ગતિથી પસાર થતો ગયો. સમયની ગતિને માન આપીને ઈ.સ.પૂર્વ ૪૮૨ માં ભગવાન બુદ્ધ પરિનિર્વાણ (પરલોક) પામ્યા હતા. તે દિવસે વૈશાખ સુદ પૂનમ હતી. અદ્ભૂત ગણી શકાય તેવી ઘટના એ હતી કે ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ સુદ પૂનમના

દિવસે થયો હતો. વૈશાખ સુદ પૂનમના દિવસે તેમને બૌદ્ધત્વ (જ્ઞાન) પ્રાપ્ત થયું હતું અને વૈશાખ સુદ પૂનમના દિવસે જ તેમનું પરિનિર્વાણ થયું હતું.

ભગવાન બુદ્ધના પરિનિર્વાણ બાદ કોળી સમાજના રાજાઓ રાજ પાટનો મોહ છોડીને બૌદ્ધ ભિક્ષુક બનતા જતા હતા. ભારતવર્ષ આર્ય રાજાઓના નાનાં નાનાં રાજયના ટુકડામાં વિભાજિત થઈ રહ્યું હતું. ભારતવર્ષના વિભાજિત રાજાઓમાં સ્વાર્થ અને ભોગ-વિલાસનું દૂષણ વધતું જતું હતું. ભારતવર્ષમાં નંદ વંશના રાજાઓના જુલ્મી અત્યાચારો પણ ખૂબ વધી ગયા હતા. આ જ સમયે ભારતવર્ષમાં ચાણક્ય અને ચંદ્રગુપ્તની જોડીનો ઉદય થયો હતો. ચાણક્યની રાહબરી હેઠળ ચંદ્રગુપ્ત ઈ.સ. પૂર્વ ર૭૩માં, એટલે કે આજરોજ (ઈ. સ. ૨૦૧૨) થી ૨૨૮૫ (બે હજાર બસ્સો પંચ્યાસી) વર્ષ પહેલાં નંદ વંશના રાજાનો નાશ કરી, ભારતવર્ષના વિભાજિત તમામ રાજાઓને જીતી, બધા રાજાઓને એક શાસન નીચે લાવી “અખંડભારત”નું નિર્માણ કર્યું હતું.

મૌર્યવંશી ચંદ્રગુપ્તનું બાળપણ કોળી વંશના કબીલાના બાળકો સાથે, સાધારણ બાળકની જેમ જ વીત્યું હતું. ચંદ્રગુપ્તને તેના ગુરુ ચાણક્ય મજાકમાં ‘‘બળદ” કહેતા હતા. બળદ એ ગ્રામ્ય ખેડૂત કોળી સંસ્કૃતિનો શબ્દ છે. આ કારણે જ ઘણા ઈતિહાસકારો ચંદ્રગુપ્તને કોળી કહે છે. પરંતુ હકીકતે ચંદ્રગુપ્ત મૌર્ય વંશના હતા. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારે “અખંડભારત”નું સિંહાસન સંભાળ્યું હતું. આ સમયે દક્ષિણ ભારતમાં કોલીય ક્ષત્રિયોએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. દક્ષિણ ભારતનો ઈતિહાસ જણાવે છે કે યુગો પહેલાં આર્યોથી પરાજિત થયેલા કેટલાક કોલીય ક્ષત્રિયો ભારતની દક્ષિણ દિશા તરફ ચાલ્યા ગયા હતા. બિંદુસારે દક્ષિણ ભારતના આ કોલીય ક્ષત્રિયોની સ્વતંત્ર રાજસત્તા જીતવાની કોશિશ કરી હતી. પરંતુ બિંદુસારને દક્ષિણ ભારતના આ કોલીય ક્ષત્રિયો સાથે સંધિ કરી મિત્રતા કરવી પડી હતી.

બિંદુસારના અમાત્ય પ્રમુખે ચાણક્યને છળકપટથી મારી નાંખ્યો હતો. ચાણક્યની રાજનીતિના માર્ગદર્શનના અભાવથી અખંડભારતના અમુક રાજાઓ બિંદુસાર સામે માથું ઊંચકતા થઈ ગયા હતા. પરિણામે બિંદુસાર બાદ તેના પુત્ર અશોકને ઘણા રાજાઓ સામે યુદ્ધો કરવા પડ્યા હતા. ઈ. સ. પૂર્વ ર૬ ૧ માં, એટલે કે આજરોજ (ઈ.સ, ૨૦૧ ૨)થી ૨૨૭૩ (બે હજાર બસ્સો તોતે૨) વર્ષ પહેલા કલિંગ રાજય સામે થયેલા યુદ્ધમાં જે ૨ક્તપાત અને માનવ વિનાશ થયો, તે જોઈને મૌર્યવંશી સમ્રાટ અશોકને ખૂબ જ દુ:ખ થયું હતું.

મૌર્યવંશી સમ્રાટ અશોકનો શાસન પ્રત્યેનો અભિગમ બદલાયો. મૌર્યવંશી સમ્રાટ અશોક શાક્યવંશી ભગવાન બુદ્ધની વિચારધારાથી પ્રભાવિત થયા અને બૌદ્ધ ભિક્ષુક બની, અહિંસાના પ્રચારક બન્યા હતા, ઈતિહાસકારો જણાવે છે કે બિંદુસારે જેમની સાથે મિત્રતા કરી હતી તે દક્ષિણ ભારતના કોલીય ક્ષત્રિયોએ કલિંગ રાજય સામે થયેલા યુદ્ધમાં મૌર્યવંશી સમ્રાટ અશોકને મદદ કરી હતી, એટલે કે ઈતિહાસકારોના મત મુજબ દક્ષિણ ભારતના કોલીય ક્ષત્રિયોની મદદથી મૌર્યવંશી સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. કોલીય ક્ષત્રિયોની વીરતાભરી મિત્રતા તથા બૌદ્ધ ધર્મ પ્રત્યે કોલીય ક્ષત્રિયોની આસ્થા અને વિશ્વાસને કારણે સમ્રાટ અશોકનાં લગ્ન કોલીય રાજાની “શ્રી દેવી” નામની રાજકુંવરી સાથે થયા હતા. એટલે કે સમ્રાટ અશોક કોળી સમાજના જમાઈ હતા. સમ્રાટ અશોકની પત્ની કોળી કન્યા શ્રીદેવીની કૂખે “મહેન્દ્ર” નામનો પુત્ર અને સંઘમિત્રા” નામની પુત્રીનો જન્મ થયો હતો. સમ્રાટ અશોકના સંતાનો અને કોળી સમાજના ભાણેજ મહેન્દ્ર અને સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મને આખી

દુનિયામાં ફેલાવીને સમસ્ત જગતમાં કોળીવંશનું નામ રોશન કર્યું હતું. ઈ.સ.પૂર્વ ૧૮૭ એટલે કે હાલના ઈ.સ. ૨૦૧૨ ના વર્ષથી ૨૧૯૯ વર્ષ પહેલાના કોળી સમાજના રાજકીય સુવર્ણયુગમાં સમગ્ર દુનિયામાં કોલી સૂર્ય ભગવાન બુદ્ધના નામનો એક જ નાદ ગુંજતો હતો.

• રાઘુનંદન

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *