કોળી સમુદાય ની વિરગતિ દિલધડક દાસ્તાન, કોળી ચબુતરો, જાણો ઈતીહાસ ના સમય ને
ભારત ખેતી પ્રધાન દેશ છે. કોળી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કોળી સમાજનો ભવ્ય ગૌરવવંતો ઈતિહાસ જોઈએ તો, કોળી સમાજના મહાન પૂર્વજ સુર્યવંશી ક્ષત્રિય, પૃથ્વીપતિ, ચક્રવર્તી સમ્રાટ, મહારાજા વીર માંધાતા સાથે ધરતી માતાએ ‘વસુંધરા’ નામથી સ્ત્રી રૂપ ધારણ કરી લગ્ન કર્યા હતા. સમસ્ત કોળી સમાજ માંધાતા અને વસુંધ૨ાનો વસ્તાર (વંશજો) છે. મા ધરતી સમસ્ત કોળી સમાજનું ભરણપોષણ કરે છે સમસ્ત કોળી સમાજ ધરતી પુત્ર અર્થાત ખેડૂત કહેવાય છે, ખેડૂત કોળી સમાજ મહાદેવના ભક્તો છે, જે ‘મહાદેવ કોળી’ કહેવાય છે. મહાદેવનું વાહન ‘નંદી’ કોળી ખેડૂતોને ખેતી કામ માટે ‘બળદ’ બનીને મદદ કરે છે. મહાદેવ કોળી સમાજ મુખ્યત્વે મહારાષ્ટ્ર ૨ાજયમાં વસવાટ કરે છે. ભારતમાં કોળી ખેડૂતની જનસંખ્યા વધારે છે.
ઈ.સ. ૧૫૭૫ની આસપાસ મોગલ બાદશાહ અકબરે ટોડરમલની, સલાહ સૂચન મુજબ ખેડૂતોની જમીનની માપણી કરાવી જમીન મહેસૂલની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી. મહેસૂલની આ નવી પદ્ધતિ મુજબ ખેડૂત ખરેખર જેટલી જમીન ખેડતો હોય તેટલો જ કર તે ખેડૂત પાસેથી લેવાનું શરૂ કર્યું હતું. આ મહેસૂલ પદ્ધતિ આજે ‘વિન્ધોતી’ અથવા વિઘોટી’ તરીકે ઓળખાય છે. કોળી ખેડૂતો તથા અન્ય સમાજના ખેડૂતોને આ મહેસૂલ પદ્ધતિથી ફાયદો થતો હતો અને ખેતી કામને પ્રોત્સાહન મળતું હતું. અકબર બાદ, જહાંગીર (સલીમ) અને શાહજહાંના સમયમાં પણ આ મહેસૂલ પદ્ધતિ અમલમાં હતી. શાહજહાં બાદ બાદશાહ બનેલા ઔરંગઝેબે મહારાષ્ટ્રના મહાદેવ કોળી માટે, આ મહેસૂલ પદ્ધતિ બંધ કરી હતી.
ઈ.સ. ૧૬૩પની આસપાસ શિવાજી અને તાનાજીની હિંદ સ્વરાજ’ માટેની પ્રવૃત્તિઓને ઉગતી જ ડામી દેવા માટે ઔરંગઝેબની નિઝામશાહીએ મહારાષ્ટ્રના મહાદેવ કોળીઓ ઉપર જોર-જુલમશરૂ કર્યા હતા. કોળી ખેડૂતની જમીન પર આકરાવેરા નાખવામાં આવ્યા હતા.
ખેડૂતની જમીન ખેડાણ લાયક હોય કે ના હોય, પરંતુ કરવેરાની આકરી ઉધરાણી કરાતી હતી. ઘણી વાર બે કે ત્રણ વર્ષના કરવેરા પહેલેથી જ એક સાથે લઈ લેવામાં આવતા હતા. જમીનમાં પાક તૈયાર ના થયો હોય તો પણ કરવેરા જબરદસ્તીથી લેવામાં આવતા હતા. જમીનના પાકની જગ્યાએ રોકડા ચલણી સિક્કા ઉઘરાવવામાં આવતા હતા.
પહેલેથી જ મોગલ સલ્તનતના આવા જોર-જુલમોથી કોળી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હતા. કોળી સમુદાયની જનસંખ્યા ખુબ વિશાળ હતી પરંતુ મોટી રાજકીય નેતાગીરીનો અભાવ હતો. મજબૂત સંગઠન બનાવી કોળી
સમાજનું નેતૃત્વ કરી શકે તેવી સામાજિક માગેવાનો’ ભાગ્યે જ હતા , વેર વિખેર કરી દેવાયેલા વિશાળ કોળી સમાજનો કોઇ તારણહા નહોતા,
કોળી સમાજની આ પરિસ્થિતિથી તાનાજી અને તાનાજીના મિત્ર શિવાજી ખૂબ ચિંતાતુર હતા, પરંતુ તેમની ઉંમર હજી નાની હતી.નાની ઉંમરે પણ તાનાજી અને શિવાજી વિચારી રહ્યા હતા કે કોળી સમાજને છે સંગઠિત કરવામાં આવે તો કોળી સમાજના પ્રભાવશાળી વીરોની મદદથી સ્વરાજય સ્થાપિત કરી શકાય. તેમના આવા વિચારોની અસર નીચે કોળી સમાજ સંગઠિત થવા લાગ્યો.
કોળી સમાજના સંગઠનની નેતાગીરી ‘ખેમી’ નામના કોળીવીરે લીધી . મોગલ સલ્તનત સામે કોળી સમાજે ‘જન આંદોલન’ શરૂ કર્યું. આ જન આંદોલનના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા. તે સમયે દિલ્હીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબની સલ્તનત હતી. ઔરંગઝેબ ક્રૂર, ઘાતકી, નિર્દય અને ધર્મ ઝનૂની હતો. મોગલ સલ્તનતના વિરોધમાં કોળી સમાજની હલચલથી ઔરંગઝેબ સાવધાન થઈ ગયો.
ઔરંગઝેબે પોતાના મોગલ સ૨દા૨ હુલ્લાસ ખાને કોળી સમાજની મોગલ વિરોધી ચળવળને ખત્મ કરવા માટે મોકલ્યો. તા. ૦૩/૦૯/૧૬૪૦ ના દિવસે મહારાષ્ટ્ર રાજયના પુના જિલ્લાના શિવનેરી ‘જુન્નર’ પ્રાંતમાં કોળી સમાજનું વિશાળ સંમેલન ભેગું થયું હતું. રાત્રીના સમયે હથિયાર વગર (બીન હથિયારધારી) કોળી ખેડૂતો મોગલ સલ્તનતની આકરી મહેસૂલ પદ્ધતિ અંગે ચર્ચા વિચારણા કરતા હતા.
આ સમયે ઔરંગઝેબના સરદાર હુલ્લાંસ ખાએ ચારે બાજુથી કોળી ખેડૂતો પર હુમલો કરી દીધો. અચાનક શું થયું તે સમજે તે પહેલાં જ શાંત અને નિર્દોષ કોળી ખેડૂતો ૫૨ મોગલ સૈનિકો તૂટી પડ્યા. ભયાનક અરાજક્તા ફેલાઈ ગઈ. જુન્નર પ્રાંતમાં મોગલોએ કોળીના લોહીની નદી વહાવી. મોગલ સૈનિકોએ તીર, ભાલા અને તલવારથી હથિયાર વગરના કોળી ખેડૂતોનો અમાનવીય કોળી સંહાર કર્યો, હજારો કોળી ખેડૂતો પ૨ જધન્ય હત્યાકાંડ કર્યો. હજારો કોળી ખેડૂતોના માથા(શિર) કાપી-કાપી અવાવરુ કૂવામાં ફેંકી દીધા. કોળી ખેડૂતોના માથા(શિ૨) જે અવાવરુ કૂવામાં ફેંકી દીધા હતા, તે કૂવાની આજુ બાજુ ચણતર કરી મોગલોએ ‘કોળી કબર’ બનાવી દીધી.
મોગલોએ બનાવેલી કોળી કબરને હિંદુ સંસ્કૃતિના માણસો કોળી ચબૂતરો’ કહેવા લાગ્યા. એટલે કે કોળી સમુદાયની વીરગતિની દિલધડક દાસ્તાન ‘કોળી ચબૂતરાના નામે ઈતિહાસમાં અમર થઈ ગઈ. ઈતિહાસકાર જેમ્સ ગ્રાંટ ડફેએ પોતાના પુસ્તક ‘હિસ્ટ્રી ઓફ મરાઠા’માં કોળીઓની વીરતા અને મોગલ શાસક ઔરંગઝેબની ક્રૂરતાનો ભોગ બનેલ કોળી સમુદાયના આ સામૂહિક ‘કોળી હત્યાકાંડ’નો ઉલ્લેખ કરેલ છે.
-કરમણભાઈ કોળી (રઘુનંદન)