ગઢડા(સ્વામીના) મંદિર ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી અને બોર્ડ સલાહકાર ને તડીપાર નો હુકમ:આ મુદ્દે અપીલ કરાશે – એસ.પી. સ્વામી
ગઢડા(સ્વામીના) મંદિર ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી અને બોર્ડ સલાહકાર ને તડીપાર નો હુકમ:આ મુદ્દે અપીલ કરાશે – એસ.પી. સ્વામી:-અમદાવાદ, અમરેલી, બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર સહીત ૬ જિલ્લામાંથી તડીપાર ના હુકમથી ભારે ખળભળાટ
બોટાદ જીલ્લાના ગઢડા(સ્વામીના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર માં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ નો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહયા છે.આ બાબતે છેલ્લી ટ્રસ્ટી બોર્ડ ની ચૂંટણી માં છેલ્લા ૨૨ વર્ષ સુધી આચાર્ય પક્ષ ની વહિવટી બોડી સામે દેવપક્ષ ની બોડી ને વિજેતા જાહેર કર્યા પછીથી એકધાર્યા વિવાદ થી સાચું જાણતા હરિભક્તો ની લાગણી દુભાઈ રહી છે.
આ વિવાદનાં મૂળ માં જોઈયે તો સામાન્ય લોકો ને સાધુઓ પણ સત્તા અને સંપત્તિ માટે ઝઘડતા હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ સમગ્ર વિવાદ ની છણાવટ જોઈએ તો આ સંપ્રદાય માં દેવપક્ષ અને આચાર્ય પક્ષ ના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહયા છે.આ વિભાજન નું જાણવા મળતું મુખ્ય કારણ સંપ્રદાય માં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નિતિ રીતીઓ તથા પ્રાઈવેટ ગુરૂકુળો અને પ્રાઈવેટ સત્તા સંપત્તિ તરફની દોટ અને કેટલાક કિસ્સાઓમાં ચારિત્ર્ય ના સવાલો ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સંપ્રદાયમાં ગુરૂકુળ અને પ્રાઈવેટ સંપતિ ધારક સાધુઓ ની બહુમતી ના જોરે જે ગાદી સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્થાપી અને તેની વારસદાર પરંપરા ચલાવી એ આજ્ઞા વિરૂધ્ધ જેનાથી દિક્ષા પ્રાપ્ત કરી અને સંસાર ત્યાગ કર્યો એજ સાધુઓએ પોતાના આચાર્ય ને ઉથલાવી પોતાના ઉપર ની લગામ ના તાબે નહી થવાની જીદ પછી થી સંપ્રદાય ની ઘોર ખોદાઈ રહી છે.આ સંપ્રદાય માં ચાલી રહેલી લડાઈ નાં મુખ્ય સૂત્રધારો માં ગઢડા મંદિર નાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠ્યા સાધુઓનો સમાવેશ થાય છે.
તેમજ આ લડાઈ માટે આજીવન પોતાના ગુરૂકુળ વિગેરે બાબતોથી દૂર રહી ધર્મકૂળ અને સંપ્રદાય ના મૂળભૂત સિધ્ધાંતો માટે ની અવિરત લડાઈ છેડી આચાર્ય પક્ષ ના બહોળા સમર્થકો માં સહજાનંદી સિંહ ની છાપ ઉભી કરી છે. ત્યારે ગઢડા મંદિર માં કરવામાં આવેલા સત્તા પલટા સહિત અનેક બાબતો માં મક્કમ વિરોધ સાથે અસંખ્ય કોર્ટ મેટર પણ કરવામાં આવી છે.આવા સંજોગોમાં ગત દિવસોમાં બંને સાધુઓને તડીપાર શાં માટે ના કરવા એવી જિલ્લા કલેક્ટરે પાઠવેલી નોટીસ અને હાઈકોર્ટ માં પેન્ડિગ પિટિશન બાદ આજરોજ બંને સાધુઓને ૬ જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્ર એ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે આગામી ૩૦ દિવસમાં રાજય સરકાર સમક્ષ અપીલ પિરિયડ આપવામાં આવેલ છે.
ત્યારે આ હુકમથી તંત્ર ઉપર અનેક આક્ષેપો અને પ્રશ્નો ઉપસ્થિત થવા પામેલ છે. હિન્દુ વાદી સરકાર માં પણ સાધુઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અકળ મૌન વધારે ભેદી જણાય રહ્યું છે. આ તડીપાર ની નોટીસ બાદ ગઢડા શહેરના અનેકવિધ સામાજિક સંગઠનો અને નગરપાલિકા તરફથી ઠરાવ કરી બંને સાધુઓ સમાજ માટે ઉપયોગી અને લોકોમાં આદર ધરાવનાર હોવાનું અને જાણે મોટા હિસ્ટ્રીસિટરો હોય એવી રીતે સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી તડીપાર ની નોટીસ સામે વિરોધ પ્રદર્શિત કરી કાર્યવાહી રદ કરવા માંગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ તડીપાર ના હુકમથી ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
આ બાબતે એસ.પી. સ્વામી એ એક પ્રતિક્રિયા માં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું અને મંદિર માં ધૂન દરમિયાન ૧૮૮ જેવી સામાન્ય ફરિયાદ હોવાનું અને પોલીસ ના વિવાદાસ્પદ વર્તન નો વિડિઓ જાહેર થયા પછી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટ માં કરેલી ફરીયાદ થી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા બાબતે અને દબાણ લાવવા માટે બીજી તદન ખોટી ફરીયાદ દાખલ કરી હોવાનું તેમજ આ મુદ્દે અમે ન્યાયતંત્ર માં અને સરકાર માં રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું. તેમજ ખરેખર કોઈ તટસ્થ એજન્સી અથવા સી.બી.આઈ. ને તપાસ સોંપવામાં આવે તો સાચી હકીકત અને તંત્ર ની એક તરફી અને સત્તા ના દુરૂપયોગ ની બાબત ખુલ્લી પડી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે સ્વામિનારાયણ સંપ્રદાય ના આચાર્ય પક્ષ અને દેવ પક્ષ ના વિવાદ તથા સરકારી તંત્ર ના હસ્તક્ષેપ ની બાબતો વચ્ચે લાખો હરિભક્તો માં દુઃખ ની લાગણી ફેલાવા પામેલ છે.
સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તરફથી પોલીસ કાર્યવાહી દરખાસ્ત ના આધારે તડીપાર હુકમ કર્યા ની સ્પષ્ટતા કરાઈગ ઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ બોર્ડ સલાહકાર તેમજ પૂર્વ કોઠારી સામે હદપાર મામલે પોલીસ દ્વારા તડીપાર ની દરખાસ્ત ના આધારે તડીપાર નો હુકમ કર્યા હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું.
આ મુદ્દે એસ.પી.સ્વામી તરફથી કોઈ દબાણ હેઠળ આ હુકમ કર્યા ના આક્ષેપ ને લઈ ને સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ ને નિવેદન આપવા ફરજ પડતાં નિષ્પક્ષ રીતે કાયદાની મર્યાદા માં કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. તેમજ બચાવ માટે એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામી ને પૂરતી તક પણ આપવામાં આવેલ હોવાનું જણાવી એસ.પી.સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307 મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હા ના આધારે પોલીસ ની દરખાસ્ત મુજબ કામ કર્યા ની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
રિપોર્ટર-વિપુલ લુહાર રાણપુર