ગારીયાધાર તાલુકાના પરવડી ગામે થયેલ હનીટ્રેપના આરોપીઓને ગણતરીના સમયમા પકડી પાડતી ગારીયાધાર પોલીસ

મે.ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ શ્રી આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી પાલીતાણાનાઓના સુપરવીઝન હેઠળ પેટ્રોલીંગ/ચેકીંગ હાથ ધરવામા આવેલ તે દરમ્યાન ગારીયાધાર તાલુકાના પરવડી ગામના એક ગૃહસ્થે પો.સ્ટે. આવીને રજુઆત કરેલ કે અમુક ઇસમો જેમા અલ્પેશભાઇ રાઠોડ/મીસ્ત્રી તથા યુવરાજસિંહ ગોહીલ તથા એક મહિલા તથા તેની સાથે અન્ય એક વ્યકતીએ ગઇ

તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ રાત્રીના બારેક વાગ્યે મારી ઉપર હનીટ્રેપ કરી ફસાવી મારી પાસેથી રૂપીયા ૧,૫૮,૦૦૦/- બળજબરીથી પડાવેલ છે અને વધુ ૧,૫૦,૦૦૦/- ની માંગણી કરી રહ્યા છે જે રૂપીયા લેવા આવનાર છે તેમ ફરીયાદીએ જણાવતા આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પાલીતાણા આર.ડી.જાડેજા સા ના માર્ગદર્શન હેઠળ ગુપ્ત ઓપરેશન પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુની ટીમ દ્વારા હાથ ધરવામા આવેલ,આ દરમ્યાન

તા.૦૯/૦૬/૨૦૨૧ ના રાત્રીના સાડા સાતેક વાગ્યે આરોપીઓ ઇન્ડીકા કાર લઇને પરવડી ખાતે આવતા ખાનગીમા રહેલ પોલીસ સ્ટાફ દ્વારા હનીટ્રેપના નીચે મુજબના આરોપીઓને પકડી પાડી આગળની તપાસ પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુએ હાથ ધરેલ છે આમ ગણતરીના સમયમા હનીટ્રેપના ત્રણ આરોપીઓને ગારીયાધાર પોલીસ દ્વારા પકડી પાડવામા આવેલ છે.

સદરહુ બનાવ અંગે ગારીયાધાર પો.સ્ટે.એ પાર્ટ ૧૧૧૯૮૦૧૯૨ ૧૦૪૧૫/૨૦૨૧ આઇ.પી.સી.ક. ૩૮૪,૩૮૬,૩૮૯,૫૦૬(૨),૫૦૪,૧૧૪,૧૨૦(બી) જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુનો રજી. કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ -(૧) અલ્પેશભાઇ મુકેશભાઇ રાઠોડ/મીસ્ત્રી રહે. ગઢેચીવડલા શીવમનગર ભાવનગર(૨) યુવરાજસિંહ ગટુભા ગોહીલ/દરબાર રહે. તણસા દરબારગઢ તા.તળાજા જી.ભાવનગર(૩) વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયા રહે. ચોક તા.જેસર જી.ભાવનગર

આરોપીઓ પાસેથી મળેલ મુદામાલ -(૧) એક ઇન્ડીકા કાર રજી.નં.GJ 04 D 9703 કિ.રૂ.૫૦,૦૦૦/-(૨) ત્રણ મોબાઇલ અલગ અલગ કંપનીના કુલ કિ.રૂ.૨૦,૦૦૦/-પકડવાના બાકી આરોપી –(૧) હરપાલસિંહ કનકસિંહ ચુડાસમા રહે. નારીચોકડી ભાવનગર(૨) માયાબેન ભરતભાઇ ડોડીયા રહે. તળાજાજકાતનાકા ભાવનગર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *