ગારીયાધાર ના રૂપાવટી ગામે થયેલ હત્યાના આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડતી ગારીયાધાર પોલીસ તથા ભાવનગર LCB

ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે થયેલ હત્યા ના બનાવ અંગે ’’એ’’ પાર્ટ ૧૧૧૯૮૦૧૯૨૧૦૨૦૬ / ૨૦૨૧ આઇ.પી.સી.ક.૩૦૨, ૩૨૬, ૩૨૪, ૧૧૪, ૩૪ જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ હોય જે અન્વયે આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા મે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ શ્રી આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી પાલીતાણા નાઓના સુપરવીઝન હેઠળ *ભાવનગર એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સા. તથા ગારીયાધાર પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ નાઓ દ્વ્રારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી* આરોપીઓ પકડી પાડવા સઘન પ્રયાસો શરૂ કરેલ હતા તે દરમ્યાન પોલીસ ટીમોને મળેલ બાતમી અન્વયે આરોપીઓને અલગ અલગ જગ્યાએથી*(૧) દેવરાજભાઇ જીણાભાઇ ઉનાવા જાતે કોળી ઉવ.૫૦ તથા (૨) જીતુભાઇ દેવરાજભાઇ ઉનાવા જાતે કોળી ઉવ. ૨૪ (૩) રાજુભાઇ દેવરાજભાઇ ઉનાવા જાતે કોળી ઉવ. ૨૮ (૪) વીપુલભાઇ બીજલભાઇ ઉનાવા ઉવ.૨૪ રહે. તમામ રૂપાવટી તા.ગારીયાધાર* વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત કરેલ હોય,જેથી આરોપીઓનો કોવીડ-૧૯ અભિપ્રાય મેળવ્યા બાદથી અટક કરવા તજવીજ હાથ ધરી હાલ પોલીસ નજર હેઠળ રાખવામા આવેલ છે. ગુન્હાની તપાસ વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ. ગારીયાધાર પો.સ્ટે. નાઓ ચલાવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *