ગુજરાતી સિનેમાની અભિનેત્રી એટલે સરિતા જોશી જેને લોકો પ્રવીણની સરા તરીકે ઓળખે છે.
ગુજરાતી સિનેમાની અભિનેત્રી એટલે સરિતા જોશી જેને લોકો પ્રવીણની સરા તરીકે ઓળખે છે. સરિતા જોશી મરાઠી કુળનાં જમ્યા હોવા છતાં તેમને ગુજરાતી ફિલ્મો સાથે અનેરો નાતો છે, તેમની બહેન તથા તેમની બંને દીકરીઓ પણ અભિનયની કળા સાથે જોડાયેલી છે.
ચાલો ત્યારે આજે આપણે અભિનયની અપ્સરા સરિતા જોશીના જીવન વિશે જાણીએ અને માહિતગાર થઈએ કે કંઇ રીતે તેને રંગભૂમિમાં પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. પૂણેના ભીમરાવ ભોંસલેના પુત્રી સરિતાનો ઉછેર વડોદરામાં થયો. તેમનાં પિતા બેરિસ્ટર હતા અને સાહ્યબી, સુવિધા વચ્ચે તેમનું બાળપણ પાંગર્યું હતું. પરંતુ પછી આકસ્મિક સંજોગોમાં પરિવારની સમૃદ્ધિ છીનવાઈ ગઈ ત્યારે અભિનય જ તેમનાં માટે આજીવિકાનું નિમિત્ત બન્યો હતો. રંગ ભૂમિ ક્ષેત્રે પ્રદાન માત્ર ૬ વર્ષની વયથી રંગમંચ પર પદાર્પણ કરી ચૂકેલા સરિતા જોશીએ એટએટલાં નાટકોમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી છે કે ઈન્ડિયન નેશનલ થિયેટર અને સરિતા જોશી બંનેનો ઉલ્લેખ અનિવાર્યપણે એકમેક સાથે કરવો પડે. સંતુ રંગીલી નાટકમાં તેમણે કરેલી સંતુની ભૂમિકા એટલી લોકપ્રિય બની ગઈ કે આજપર્યંત સંતુ અને સરિતા બંને એકબીજાથી અલગ પાડવા મુશ્કેલ થઈ પડે છે. એ સિવાય તેમણે ધુમ્મસ, કોઈ ભીંતેથી આયના ઉતારો જેવા નાટકો ભારે લોકપ્રિય નીવડ્યા હતા
” સંતુ રંગીલી ” આજે પણ આટલી ઉંમરે તેમનાં જીવે છે , સરિતા જોશી આજે ભલે તેની ઉંમર વટાવી ચુક્યા હોય પરંતુ આજે પણ તેમની આત્મા એક એક પાત્ર જીવી રહ્યું છે. રંગમચભૂમિ થી તેઓએ ફિલ્મી દુનિયામાં પોતાનું નામ એટલું જ લોકપ્રિય કર્યું , તેમની બોલવાની છટા એવી છે બસ જાણે તેમને સાંભળ્યાં કરીએ.