ગુજ્જુ ભાઈ તરીકે નામના મેળવાર આ વ્યક્તિની ખાસ વાત જાણો.
ગુજરાતી રંગમંચ ના દિગ્ગજ અભિનેતા જેમણે માત્ર ૧૫ વર્ષની વયે જેમણે અભિનયની શરૂઆત કરી અને એ નાનકડી શરૂઆત થી લઈ ગુજ્જૂભાઈ તરીકે ફક્ત ભારત જ નહી સમગ્ર વિશ્વમાં ગુજરાત નુ ગૌરવ વધાર્યુ એવા ગુજરાતી રંગમંચ ના બાદશાહ. તેઓ ફક્ત શ્રેષ્ઠ અભિનેતા જ નહી સાથે સાથે એક શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શક પણ છે. ચાલો આજે આપણે જાણીયે સિદ્ધાર્થભાઈ રાંદેરીયા વિશે જાણીએ
૧૭ ડિસેમ્બર ૧૯૫૫ માં મુમ્બઈ શહેર મા પ્રખ્યાત ગુજરાતી લેખક અને અભિનેતા મધુકર રાંદેરીયા ને ત્યા જન્મેલા સિદ્ધાર્થ ને અભિનય અને લેખનની કળા વારસામાં જ મળી હતી. પિતા ના સાથ અને એમના અભિનય ને જોતા જોતા ૧૫ વર્ષની વયે ૧૯૭૦ માં રંગમંચ પર પગ મુકી અભિનયની શરૂઆત કરી. પિતા ના સાથથી શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામના મેળવી.
વર્ષ ૨૦૦૨ મા એમનુ જ લખેલુ અને પોતે જ ડાઇરેક્ટ કરેલુ નાટક ‘ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યુ’ થી સિદ્ધાર્થભાઈ ના જીવન મા એક નવો વળાંક આવ્યો અને ૨૦૦૭ માં ભજવેલુ નાટક ‘લગે રહો ગુજ્જુભાઈ’ એ તો એમને ફક્ત ભારત જ નહી સમગ્ર વિશ્વ મા ખ્યાતી મેળવી આ નાટક ના વિશ્વભર મા ૭૫૦ થી પણ શો વધુ થયેલા અને ત્યાર બાદ ગુજ્જૂભાઈ નો તો જાણે ક્રેઝ નિકળી પડ્યો હતો. ગુજ્જુ ભાઈ ની ગોલમાલ ગુજ્જૂભાઈ બન્યા દબંગ જેવા પ્રખ્યાત નાટકો જે વિશ્વમાં ૩૦૦ થી પણ વધુ વખત ભજવાયા છે એ બધા જ નાટકો સિદ્ધાર્થભાઈ અભિનીત જ નહિ પરંતુ એમણે જ લખેલા અને એમના જ દિગદર્શિત છે.
આજે એમના નાટક ફકત નાના છોકરા જ નહી પણ જુવાન અને વ્રુદ્ધો પણ જુએ છે અને એનો ડાઈલોગ ‘એની જાત ને….’ ઘણો પ્રખ્યાત પણ છે. વર્ષ ૨૦૧૫ મા ‘ગુજ્જૂભાઈ ધ ગ્રેટ’ મુવી થી એમણે ફિલ્મ અભિનય ની શરૂઆત કરી. જેના દિગ્દર્શક એના જ દિકરા ઇશાન રાંદેરીયા છે. આ ફિલ્મની સફળતા બાદ તેમનાં અનેક ફિલ્મો આવી. ” ગુજ્જુ ભાઈ મોસ્ટ વોન્ટેડ ” “નટ સમ્રાટ ” ” ચાલ જીવી લઈએ ” આ તેમની ફિલ્મે ગુજરાતી ફિલ્મો તમામ રેકોર્ડ તોડયાં છે 500 સપ્તાહથી વધુ આ ફિલ્મ સિનેમા ઘરોમાં હાલમાં પણ પરદે દેખાય આવે છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2019નો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો.