ઘરફોડ ચોરીના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાતથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજાઅને એલ.સી.બી. નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાવરમાં ઘરફોડ ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અલ્કાગેટ ચોકમાં રોડ ઉપર આવતા સંયુકતરાહે બાતમી હકિકત મળેલ કે, બે ઇસમો ચોરાઉ ટી.વી તથા એક મોબાઇલ ફોન લઇને મોતીબાગ વેચવા જવાના છે.

અને તેઓ ચાવડીગેટ પોલીસ ચોકી પાછળ ઉભેલા છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણન વાળા બે ઈસમો દીનેશભાઇ ઉર્ફે ગુલાબ સ/ઓ સંપતભાઇ ચીભડીયા/દે.પુ ઉ.વ.૨૪ ધંધો-મજુરીકામ રહે.સિંહા કોલોની મીલની ચાલી, શકિત પાનની બાજુમા ભાવનગર તથા રોહીતભાઇ સ/ઓ ચંદુભાઇ ગાયાભાઇ મેરૈયા /દે.પુ ઉ.વ.૧૯ ધંધો-શાકભાજીનો રહે.હાલ-વડોદરા પાદરા તાજપુરા રોડ બાબુભાઇ પટેલની વાડીમા ભાડેથી.મુળ-સિંહા કોલોની મીલની ચાલી,શકિત પાનની બાજુમા ભાવનગરવાળા હાજર મળી આવેલ અને તેઓના કબ્જા માંથી એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો J-7 પ્રાઇમ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા એક FELTRON કંપનીનુ કાળા કલરનુ L.E.D 32 ઇંચનુ મોટુ ટી.વી કિ.રૂ.૫,૦૦૦/-નું મળી આવેલ. જે મોબાઈલ ફોન તથા ટીવીના આધાર- પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને ફર્યુ ફર્યુ બોલતો હોય.

જેથી તેની પાસે રહેલ મોબાઈલ ફોન અને ટીવી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં Cr.P.C. કલમઃ-૧૦૨ તપાસ અર્થે કબ્જે કરી હસ્તગત કરી લઇઆગળની કાર્યવાહી સારુ નિલમબાગ પો.સ્ટે સોંપી આપેલ છે.

મજકુર ઇસમની પુછપરછ કરતાં આ મોબાઈલ ફોન અને ટીવી પકડવાનો બાકી ઈસમ મુકેશભાઇ ચંદુભાઇ મેરૈયા આપી ગયેલ હોવાનું જણાવેલ.

આ અંગે રેકર્ડ ઉપર ખાત્રી કરતા નિલમબાગ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૧૦૫૫૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો રજી થયેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબ તથા એ.પી.સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. ઘનશ્યામભાઈ ગોહીલ, મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા, મહિપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *