ચાણક્ય કહેલ આ ચાર કાર્યો ક્યારેય ન કરવા જોઈએ, ભૂલથી આવું કામ કરશો તો જીવન બરબાદ થઈ જશે.

ઘણા એવા મહાન સંત અને વિભૂતિઓ થઈ ગઈ જે પોતાના વિચારો અને જ્ઞાન થકી માનવજાતિનાં કલ્યાણ થકી કંઈકને કંઈક યોગદાન આપેલું જ છે, ત્યારે આજે આપણે ચાણક્ય એ સૂચવેલ એ કાર્ય વિશે જાણીશું જેના થી પુરુષ અને સ્ત્રી બંનેનું જીવન સમૃદ્ધ અને સુખમય તેમજ શાતિપૂર્ણ બનીને રહેશે. ક્યારેક કોઈક કાર્ય આપણા થી ભૂલથી થઈ જતું હોય છે જેનું ખૂબ જ ખરાબ પરિણામ પણ આવી શકે છે, ત્યારે ચાલો જાણીએ કે ક્યાં કાર્યો ન કરવા જોઈએ.

માણસએ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું જોઈએ. જે પણ વ્યક્તિ વિચાર્યા વિના ખર્ચ કરે છે તેની પાસે કંઈ જ બચતું નથી.સ્વભાવ વ્યકિતને સામાજિક અને પારિવારિક સ્તર પર સારી અને ખરાબ સ્થિતી સુધી પહોંચાડે છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ જો ઝઘડાખોર હોય તો તે ક્યારેય સફળ થતી નથી. એક દિવસ આવા વ્યક્તિ એકલા પડી જાય છે. લોકો તેને છોડીને જતા રહે છે. જીવનમાં લોકોની વચ્ચે રહેવું હોય તો કજીયાખોર ન બનવું. જીદ્દ અને ગુસ્સાનો ત્યાગ કરી દેવો જોઈએ.

ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પરસ્ત્રીનો સંગ કરે છે તે બરબાદ થઈ જાય છે. આવા લોકો ગમે તેટલો પ્રયાસ કરે તેમના સંબંધો સમાજ સામે આવે છે અને તેનું અપમાન થાય જ છે. પુરુષે પોતાની આ આદત તુરંત સુધારી લેવી જોઈએ નહીં તો તે તેની બરબાદીનું કારણ બને છે.સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. જે ધીરજ નથી રાખતાં તે કોઈ કાર્યમાં સફળ થતાં નથી. સફળતાનો સ્વાદ એ જ વ્યક્તિ ચાખી શકે છે જે ધીરજથી કામ કરે છે. જેનામાં ધૈર્યની ખામી હોય છે તે હંમેશા પાછળ રહી જાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *