જોધા પ્રતાપે જપે કોળી જાદવો… જાદવ કોળી (તળપદા) અને શ્રી જાદવ કોળીની સમાધી – કુમારખાણ ગામ
સિંધ પ્રાંતમાંથી માંધાતા કોળી પરિવારના બે ભાઈ, એક ભાઈનું નામ ધનવાન મેર અને બીજા ભાઈનું નામ નળવાન મેર સ્થળાંતર કરીને ભાલ નળકાંઠા પ્રદેશમાં આવ્યા હતા. ધનવાન મેરે વસાવેલ ગામ ધંધુકા આજે પણ ધનવાનના પાળિયા સાથે હયાત છે. ધંધુકાની મામલતદાર કચેરીમાં આવેલી તેની ખાંભીને નવા નિમણૂંક થયેલા સત્તાધીશ શ્રીફળ વધેરીને પછી કામની શરૂઆત કરે છે.
નળવાન ભાઈનો પરિવાર જે જગ્યાએ સ્થિર થયો અને તેમને જે સરોવર બનાવ્યું તે આજે નળસરોવરના નામથી ઓળખાય છે. આ નળસરોવરના કાંઠા પર વસેલા કોળી સમાજનો વિસ્તાર નળકાંઠા તરીકે ઓળખાય છે. આ નળકાંઠા વિસ્તારમાં કુમારખાણ ગામ આવેલું છે.ઈ.સ.૧૨૮૫માં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કુમારખાણ ગામના જેસંગ કોળી અને જખરના અભેસંગને બાપે માર્યા વેર હતા.
અદાવત પેઢી ગત પેઢીથી ચાલી આવતી હતી. જેસંગ કોળીના મરણ બાદ એનો દીકરો ‘જાદવો કોળી’ ભારે બળુકો પાક્યો હતો. મૂછનો દોર ફૂટ્યો ના ફૂટ્યો ત્યાં તો જાદવો લૂંટફાટ અને ડકૈતી (ધાડ) કરતો થઈ ગયો. રાતના પાછલા પહોરમાં પવનવેગે દોડતી રોઝડી ઘોડી લઈને નીકળતો જાદવો કોળી પચ્ચીસ ગાઉ ધરતી ધમરોળી કંઈ કેટલાય ધરોમાં ખાતર પાડીને ચોરી કરીને) સવાર થતાં સુધીમાં કુમારખાણમાં પાછો આવી જતો. રાત્રીના અંધકારમાં ગમે તેના ખેતરનો ઊભા મોલ લણી લેતો હતો.
આવા કાળ-ઝાળ જાદવાકોળીને એક વાર મધરાતે જખરના અભેસંગ અને તેના માણસોએ સીમમાં આંતરી ધિંગાણું કર્યું. જાદવાના માથે લાકડીઓની છોળો ઉડાડી, ઘોડી પર જાદવાની લોથ ઢળતાં જાદવો મરી ગયો છે તેમ માની તેઓ બધા નાસી ગયા. લોહીમાં લથબથતાં જાદવાને લઈ રોઝડી ઘોડી ઘેર આવી. દીકરો ગમે તેવો હોય તો પણ માને વહાલો હોય. રાંડરાંડ રાણકીબાએ દીકરાના મડદાને ગાડામાં મૂકી કેશરડી ગામના જોધલપીરની વાટ પકડી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ‘રાઘુનંદન’ ના ગામ ‘લગદાણા’ની એકદમ બાજુમાં કેશરડી’ ગામ આવેલું છે.
કેશરડી ગામમાં લીલા નેજાવાળા હિન્દવાપીર ‘જોધલપીર’નો જયજયકાર થઈ રહ્યો છે.જોધલપીરના શરણે દીકરાને મૂકીને માએ ખોળો પાથર્યો. મોઢામાં તરણું લીધું અને પ્રણ લીધું કે દીકરો મરશે તો હું માથાના ઝેટિયાંની આંટી ગળામાં નાખી મરીશ અને દીકરો જમઘેરથી પાછો આવે છે તો જોધાના ચરણોનો સેવક બનાવી જોધાને સોંપી દઈશ.રાણકીબાનો પોકાર જોધલપીરના કાને અથડાયો. પીરે સમાધિ લગાવી, જાદવા કોળીનો બ્રહ્મચ્છમાં રહેલા પ્રાણને પાછો બોલાવ્યો.
જાદવા કોળીએ આંખો ખોલી ને બોલ્યો મા,પીર’દોરડી બળે પણ વળ ના મૂકે એવી ડંખીલી અને વટવાળી કોમ’નો જાદવો કોળી જોધલપીરનો શિષ્ય બન્યો, ભક્તિના રંગે રંગાઈને જાદવા કોળીએ આધ્યાત્મિક સાધના શરૂ કરી તેને જો ઈન ભાલ નળકાંઠા અને વઢીયાર પંથકના અનેક કોળી કુટુંબો જોધલપીરના ભક્તો બન્યા,જાદવા કોળીએ ગુરુમહિમા અને પ્રભુની અલોકિક શક્તિને,લગતા ભક્તિપદો અને ભજનોની રચનાઓની સંસારને ભેટ ધરી લો કે ડાયરામાં જાદવા કોળીના ભજનોની આરાધના થકી દરેક ભક્તોના દિલમાંથી એક જ અવાજ આવતો‘અને વટવાળી કોમ નો જાદવો કોળી જોધલપીરનો શિષ્ય બન્યો, ભક્તિના રંગે રંગાઈને જાદવા કોળીએ આધ્યાત્મિક સાધના શરૂ કરી તેને જો ઈન ભાલ નળકાંઠા અને વઢીયાર પંથકના અનેક કોળી કુટુંબો જોધલપીરના ભક્તો બન્યા,જાદવા કોળીએ ગુરુમહિમા અને પ્રભુની અલોકિક શક્તિને, લગતા ભક્તિપદો અને ભજનોની રચનાઓની સંસારને ભેટ ધરીલો કે ડાયરામાં જાદવા કોળીના ભજનોની આરાધના થકી દરેક ભક્તોના દિલમાંથી એક જ અવાજ આવતો ‘જોધા પ્રતાપે જપે કોળી જાદવો