ઝૂંપડીમાં રહેનાર આ વ્યક્તિ બન્યા અમદાવાદ નવા મેયર! તેમની પરિસ્થિતિ જાણીને આંખમાંથી આંસુ આવી જશે.

આજે 3 મહાનગરોનાં મેયરશ્રીની નિમણુંક કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેરનાં મેયર પદે ચૂંટાયેલ વ્યક્તિ સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે અને તેમણે આ જે મુકામ હાંસિલ કર્યો છે તે બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે,એક દમ સામાન્ય માણસ નું જીવન પસાર કરનાર કિરીટ પટેલનાં જીવન વિશે જાણીએ.

આજ રોજ અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે કે, ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. નવા મેયર કિરીટ પરમાર ચાલીની અંદર છાપરાંવાળા એક રૂમના મકાનમાં રહે છે. સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.

કિરીતભાઈનું એકદમ સરલ જીવન પસાર કરી રહ્યા છે તેઓ રોજ સવારે RSSની શાખામાં જાય છે કિરીટભાઈ રોજ સવારે નિયમિતપણે RSSની શાખામાં જાય છે. તેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેટર બન્યા બાદ સૌકોઈની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે, પરંતુ કિરીટ પરમાર આજે પણ છાપરાંવાળા ઘરમાં રહે છે. આ ઘરમાં કોઈ સોફા કે રાચરચીલું નથી, પરંતુ માત્ર જીવનજરૂરિયાત સિવાયની કોઈ વસ્તુ નથી. આ મકાનમાં તેઓ એકલા જ રહે છે, ખરેખર આ ઘટનાથી એટલું જરૂર કહી શકાય કે તમારા કર્મો અને પરિશ્રમ તમને સારો સમય દેખાડી શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *