ટિમ ગબ્બર મન હોય તો માળવે જવાય ટિમ ગબ્બર દ્વારા ભાવનગર કલેક્ટરને ઓક્સિજનની અછત બાબતે બંધ પ્લાન્ટ સત્વરે ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
હાલ કોરોના મહામારીમાં મૃત્યુ આંક જે વધ્યા છે તે ઓક્સિજનની અછતના કારણે વધ્યા છે. અને સરકાર અને લોકલ રાજકીય આગેવાનો જાણે મુક પ્રેક્ષક બની ને જોયા જ કરે છે તેવા કિસ્સામાં ટિમ ગબ્બર દ્વારા અલંગ યાર્ડમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં હાલ અંદાજીત કુલ 8 ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે જે હાલમાં બંધ છે જેને સત્વરે ચાલુ કરવાની માંગ સાથે આજે ભાવનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર ધરી દેવામાં આવ્યું અને સરકારને રજુઆત કરવામાં આવી કે જો સરકાર ઈચ્છા શક્તિ ધરાવે તો આ પ્લાન્ટ 24 કલાકમાં શરૂ થઈ શકે છે અને આજુબાજુના જિલ્લામાં પણ ઓક્સિજન સપ્લાય કરી શકાય . અને એવું કહેવામાં આવ્યું કે જો આપ દ્વારા ઓક્સિજનની અછત દૂર ન થઈ શકતી હોય તો અમને લોકભાગીદારીમાં શરૂ કરવાની મંજૂરી આપો. અને પ્રજાની સુખકારીમાં વધારો થાય તેવા લોકહીતાર્થે યુદ્ધના ધોરણે નિર્ણય લ્યો જેથી લોકો ઓક્સિજનના અછતના કારણે મૃત્યુ ન થાય.