ટીંબી ગામે કન્યા વિદ્યાલય ખાતે 30 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ
ટીંબી ગામે કન્યા વિદ્યાલય ખાતે 30 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ૩૦ બેડ નું કોવિડ કેર સેન્ટર કન્યા વિદ્યાલયમાં ઉભું કરવામાં આવ્યું ત્યારે આ સેવાકાર્ય પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી,સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલનાં ટ્રસ્ટીઓ જગદીશભાઈ ભીંગરાડીયા,પરેશભાઈ મિસ્ત્રી,બી.એલ.રાજપરા,વિગેરે તેમજ પ્રતાપભાઈ આહિર,ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર, ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી જી.જી.ગોહિલ વિગેરે નાંઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા