ડોક્ટર્સ દર્દીઓ માટે ગિટાર વગાડીને તેમને મનોરંજન પૂરૂ પાડી રહ્યા છે.દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું રાજકોટ સમરસ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે છે

રાજકોટ: કોરોના મહામારીમાં દર્દીઓ માનસિક તાણ પણ અનુભવતા હોય છે જેના કારણે તેમને સાજા થવામાં થોડો વધારે સમય લાગી જાય છે. જિલ્લાની સમરસ હોસ્ટેલમાં કોરોના દર્દીઓ માનસિત તાણ ન અનુભવે અને ખુશ મિજાજ રહે તે માટે ડોક્ટર્સ દર્દીઓ માટે ગિટાર વગાડીને તેમને મનોરંજન પૂરૂ પાડી રહ્યા છે.

દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું રાજકોટ સમરસ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહયા છે P.P.E. કિટ સાથે ગરબે ઝુમી દર્દીઓમાં જુસ્સો પુરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાજા થયેલા દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે તેવો વીડિયો હાલ સામે આવ્યા છે.દર્દીઓ માનસિક તણાવથી દુર રહે તેવા પ્રયત્નો હાલ કાઉન્સિલિંગ ટિમ કરી રહી છે.

છેલ્લા 20 દિવસમાં 100થી વધુ દર્દીઓ સાજા સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો હાહાકાર થઈ રહ્યો છે.તેનાથી લોકોમાં પણ એક ડર જોવા મળ્યો છે ત્યારે રાજકોટની થોડા સમય પહેલા સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું .જેમાં કોરોનાના દર્દીને એડમીટ કરવામાં આવતા હતા.રાજકોટ કોરોના દર્દીઓ પોઝિટિવ રહે તે માટે કોવિડ કેર સેન્ટર દ્વારા અનોખા પ્રયોગો કરી ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા 20 દિવસમાં 100 થી વધુ દર્દી સાજા થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *