તળાજા કન્યાશાળા પાછળ પાણીની ટાંકી પાસે રહેતો શકમંદ ઇમ્તીયાઝ ઉર્ફે ઇમતુ ગનીભાઇ સૈયદ ના ઘરે ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સીલીંગ પંખો

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એસ.જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગ દર્શન હેઠળ મિલ્કત સંબંધીત તથા ચોરીના અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા દરેક પોલીસ સ્ટેશનને સુચના કરેલ હોય જે અનુસંધાને

તળાજા પો.સ્ટે.ના ઇ/ચા પોલીસ ઇન્સ. જે.કે.મુળીયા નાઓએ તળાજા સ્ટાફની ટીમને જરૂરી માર્ગર્દશન તથા સુચના સાથે તળાજા પો.સ્ટે.ના અનડિટેકટ ગુન્હો શોધી લાવવા જણાવેલ ડી સ્ટાફના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે તળાજા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩૨૧૦૪૩૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ ના કામે તળાજા કન્યાશાળા પાછળ પાણીની ટાંકી પાસે રહેતો શકમંદ ઇમ્તીયાઝ ઉર્ફે ઇમતુ ગનીભાઇ સૈયદ ના ઘરે ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સીલીંગ પંખો

નંગ-૦૧ તથા ચેતરંજી નં.૦૬ તથા નાના ટેબલ નંગ-૦૨ મળી આવતા મજકૂર ઇસમની યુકિત-પ્રયુકિત દ્રારા પુછપરછ કરતા આખરે વ્યકિત ભાંગી પડતા ચોરીમાં સંડાવાયેલ અન્ય ઇસમો તથા ચોરીનો મુદ્રામાલ બાબતે તમામ હકિકત જણાવી તથા અન્ય સંડોવાયેલ ઇસમો વિશે હકિકત જણાવતા તાત્કાલીક તમામને ગુન્હાના કામે અટક કરી (૧) ફૈજલભાઇ ઉર્ફે બતક ફિરોઝભાઇ પઠાણ ઉ.વ.૨૦ તથા (૨) આદિલભાઇ અશરફભાઇ મીરા ઉ.વ.૨૨ તથા નં.(૩) નિઝામભાઇ અનવરભાઇ રાઠોડ ઉ.વ.૧૯ તથા (૪) વિજયભાઇ મગનભાઇ ઢાપા ઉ.વ.૨૨ રહે.તમામ તળાજા જી.ભાવનગર વાળા આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ સીલીંગ પંખા નંગ-૧૧ તથા ચેતરંજી નંગ-૦૬ તથા નાના ટેબલ નંગ-૦૨ છે. જે કુલ કિ.રૂ.૧૯,૨૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને તમામ આરોપીને અટક કરેલ છે.

આ કામગીરીમાં રોકાયેલ તળાજા પોલીસ સ્ટેશનના ઇ/ચા પો.ઇન્સ.જે.કે.મુળીયા તથા ડી.સ્ટાફ હેડ કોન્સ.એ.એસ.મેસરીયા તથા પો.કોન્સ.ભરતભાઇ સાંખટ તથા પો.કોન્સ.દિગ્વિજયસિંહ રાઠોડ તથા પો.કોન્સ. હારીતસિંહ સરવૈયા તથા પો.કોન્સ.ઘેલુભાઇ રાઠોડ તથા પો.કોન્સ.ભાવેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. નિકુંજભાઇ મહેરા તથા પો.કોન્સ.લાલજીભાઇ શિયાળ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *