તળાજા શહેરમાં હળવું ઝાપટુ દિહોર પંથકમાં ધોધમારવરસાદ ખેતર ખેડે તે પહેલાંજ વાવણી લાયક વરસાદ બાજરી શીંગ ચારોલાને નુકસાન
તળાજા શહેરમાં હળવું ઝાપટુ દિહોર પંથકમાં ધોધમારવરસાદ ખેતર ખેડે તે પહેલાંજ વાવણી લાયક વરસાદ:બાજરી શીંગ,ચારોલાને નુકસાન તળાજા તાલુકાના કેટલાક ગામડાઓમાં આજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી કડાકા ભડાકા સાથે વાવણી લાયક વરસાદ પડી ગયો.જોકે બોરડા અને ગોપનાથ પંથકના ગામડાઓમાં સૂર્યદેવતા ધોમધખતા રહ્યા હતા તળપદી ભાષામાં કહીએ તો આજે રોણ નક્ષત્ર નો છેલો દિવસ હતો
આવતીકાલે મંગળવાર થી મૃગશર નક્ષત્ર બસે છે.લોક વાયકા એવી છે કે મૃગશરના મેં અને આડદરા ના વાવણાં . તળાજા શહેર માં ધોમધખતા મધ્યાહ્નને મેઘરાજા ની એન્ટ્રી થઈ હતી શહેરમાં સામાન્ય વરસાદ રહ્યો પરંતુ શહેર ના છેવાડે આવેલ કોર્ટ મામલતદાર ઓસિ થી આગળ રોયલ હબૂકવડ ટીમાણાં દિહોર સમઢીયાળા જે આખી પટ્ટી કહેવાય તે વિસ્તારમાં કડાકા ભડાકા સાથે દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસી તળાજા યાર્ડના ખેડૂત આગેવાન હરજીભાઈ ધાંધલીયા એ જણાવ્યું હતું દિહોર પટ્ટી ના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો.ખેતર બહાર પાણી નીકળી ગયા હતા
ઉનાળુ મગળી કરી હોય અને ખેતરમાં હોય તેને ઘાસચારા સાથે નુકશાન કહી શકાય જોકે હજુ મોટાભાગના ખેડૂત ને ખેડ બાકી છે બીજી તરફબોરડા ગોપનાથ પટ્ટીના ગામડાઓમાં ધોમધખતો તાપ રહ્યો હતો