તારક મહેતા સિરિયલમાં કામ મળતાં પહેલા જેઠાલાલ આવું કામ કરવું પડ્યું હતું!
તારક મહેતા સીરિયલમાં જેઠાલાલનું કિરદાર ખૂબ જ લોકપ્રિય છે. ઘર ઘરમાં જેઠાલાલ તરીકે ઓળખાતા અભિનેતાનું નામ દિલીપ જોશી છે,આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. આજે આપણે દિલીપ જોશીના જીવન વિશે જાણી અજાણી વાતો વિશે જાણીશું. દિલીપ જોશીએ ખૂબ જ મહેનત કરી છે,
ત્યારે તેમણે આજે આ સફળતા મળી છે. કોઈ સાચું જ કહ્યું છે કે, મહેનત કર્યા વિના કોઈને પણ કંઈ મળતું જ નથી. જીવનમાં સફળતાનું પરિણામ મેળવવા માટે સંઘર્ષ કરવી જરૂરી છે. આજે દિલીપ જોશી માત્ર એક તારક સીરિયલમાં જ અભિનય કરે છે, તેઓને આજે કોઈ પણ બીજાં શો કરવાની જરૂરજ નથી પડતી.
તારક મહેતા સિરિયલ પહેલા દિલીપ જોશીએ ગુજરાતી રંગભૂમિના નાટકો પર અભિનય કર્યા બાદ તેમણે બોલિવૂડની ફિલ્મમાં પણ અભિનય કરેલો છે, પરતું સાચી ઓળખ તેમને તારક મહેતા સિરિયલ બાદ મળી.
આ સિરિયલ પહેલા દિલીપ જોશી એક કાર્ટુન ચેનલ પર પ્રસારિત થતી બાળકોની મનોરંજક સિરિયલ 18 મે 2007ના રોજ અગળમ બગળમ ત્રિગળમ ખૂબ જ લોકપ્રિય હતી અને તેમને જાણીને નવાઈ લાગશે કે, આ સીરિયલમાં દિલીપ જોશીએ ટપુ નામના અંકલ ભુમિકા ભજવી હતી જે ખૂબ જ લોકપ્રિય બની હતી બાળકોમાં
આ સીરિયલમાં દિલીપ જોશીનું ટપુનું પાત્ર ખૂબ જ મનોરંજન કરતું હતું અને બાળકો માટે આ સિરિયલ ખૂબ જ પસંદ આવી હતી પરંતુ આ સિરિયલનાં માત્ર 26 એપિસોડ જ પ્રસારિત થયેલ છે. આ સિરિયલ તમેં હાલમાં પણ યુટ્યુબમાં જોઈ શકો છો. આ સિરિયલનો અંતિમ એપિસોડ 9 નવેમ્બર 2007નાં રોજ પ્રસારિત થયો હતો.
આ સિરિયલ બાદ પણ દિલીપ જોશીની કિસ્મત ત્યારે ખુલી જ્યારે તારક મહેતા સિરિયલમાં જેઠાલાલ નાં કિરદાર તરીકે નામના મળી. આ સિરિયલ 28 જુલાઈ 2008માં પ્રસારિત થઈ હતી અને આજે 12 વર્ષ થઈ ગયા છે, ત્યારે ખરેખર કહી શકાય કે, સફળતા જરૂર મળે છે જો તમે મહેનત કરશો. એક સમય એવો હતો કે, દિલીપ જોશીને કોઈ ઓળખતું ન હતું પરંતુ આજે ઘર ઘરના લોકો તેમને પોતાના પરિવાર સભ્ય તરીકે માને છે.