નર્મદામાં લગ્ન પ્રસંગના ગાઈડ લાઈનની ઐસી કી તૈસી નાંદોદ અને તિલકવાડા તાલુકામાં ૫૦ થી વધુ લોકો ભેગા કરી કોરોના સંક્રમણ વધારતા બે પોલીસ ફરિયાદ.

નાંદોદ તાલુકાના જેસલપોર ગામે ૫૦થી વધુ માણસો ભેગા થતાં જાહેરનામા ભંગની ફરિયાદ તિલકવાડા તાલુકાના મોરીયા ગામે લગ્ન પ્રસંગમાં લગ્નની નોંધણી કરાવ્યા વગર ૫૦થી વધુ માણસો ભેગા કરી લગ્ન પ્રસંગો યોજાતા પોલીસ ફરિયાદ.


એક તરફ કોરોનામાં લોકો મરી રહ્યા છે. ત્યારે કેટલાક બેદરકાર લોકો સરકારની ગાઇડ લાઇનની ઐસી કી તૈસી કરી રહ્યા છે પોતાના પુત્રના લગ્નમાં પંચોતેર થી એસી (૭૫ થી ૮૦) જેટલા માણસો ભેગા કરી નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કર્યો.

નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે, મરણ ના આંકડા પણ વધી રહ્યા છે.છતાં કેટલાક લોકો સરકારની કોવિડની ગાડઈ લાઈન નું પાલન કરતા નથી. જેને કારણે લોકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.આવા બેદરકાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.નર્મદામાં લગ્ન પ્રસંગ ની ગાઇડ લાઇનની ઐસી કી તૈસી નાંદોદ અને તિલકવાડા તાલુકામાં ૫૦ થી વધુ લોકો ને ભેગા કરી કોરોના સંક્રમણ વધારતા બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં તાજેતરમાં નાંદોદ તાલુકાના જેસપોર ગામે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાય છે.

જેમાં ફરિયાદી એએસઆઇ દેવેન્દ્રસિંહ રામસિંહ રાજપીપળા પોલીસે આરોપી રમેશભાઈ બાલાભાઈ બારીયા (રહે, જેસલપુર, ઘોડ ફળિયું ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ લગ્ન માં ૫૦ થી વધુ લોકો ભેગા નહીં કરવાનો નિયમ હોવા છતાં સરકારની ગાઇડ લાઇનની ઐસી કી તૈસી કરી આરોપી રમેશભાઈ પોતાના પુત્રના લગ્નમાં પંચોતેર થી એસી (૭૫ થી ૮૦ )જેટલા માણસો ભેગા કરીને જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જ્યારે બીજી ફરિયાદમાં તિલકવાડા તાલુકાના મોવિયા ગામે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો ભેગા કરી જાહેરનામા ભંગની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી એમ.બી વસાવા પોસઇ તિલકવાડા પોલીસે આરોપી ઘનશ્યામભાઈ પ્રભાતભાઈ બારીયા ( રહે મોરીયા) સામે ફરિયાદ કરી છે. જેમાં આરોપી ઘનશ્યામભાઈ તા. 1/5/ 21ના રોજ મોરીયા ગામે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ તેમજ લગ્નની નોંધણી ન કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *