નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં પુર્વ પટ્ટી માં વાવાઝોડુ  સાથે ગાજવીજ તેમજ બરફના કરા સાથે વરસાદ

બીગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા.ડેડીયાપાડા તાલુકાનાં પુર્વ પટ્ટી ગામોમાં  પીપલોદ, સાંકળી, કોકોમ, વાધઉમર, પાનખલા, વગેરે ગામોમાં વાવાઝોડા ને કરા સાથે જોરદાર અડ ધો કલાક મેધરાજા ની એન્ટ્રી ગામડાંઓમાં ધરોના પતરાં તેમજ પશુંના  ધાસ ચારો પણ પલળી ગયો છોટાઉદેપુર જિલ્લા મા કવાંટ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકયો

 

આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં પુર્વ પટ્ટી માં વાવાઝોડુ  સાથે ગાજવીજ તેમજ કરા સાથે મેધરાજા ની એન્ટ્રી થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ડેડીયાપાડા તાલુકાનાં પુર્વ પટ્ટી ગામોમાં  પીપલોદ, સાંકળી, કોકોમ, વાધઉમર, પાનખલા, વગેરે ગામોમાં વાવાઝોડા ને કરા સાથે જોરદાર અડ ધો કલાક મેધરાજા ની એન્ટ્રી થતાં ગામડાંઓમાં ધરોના પતરાં તેમજ પશુંના પેટમાટે  ધાસ ચારો પણ પલળી ગયો હતો  અને ગામોમાં ખાડા  ખાબોચિયાં પાણી થી  ભરાઈ ગયા છે

તો બીજી તરફ નર્મદા મા  સાવરથી જ વાદળ છાયું વાતાવરણ છવાયું હતું. અને અચાનક વાતાવરણ મા પલટો આ આવ્યો હતો. ભર ઉનાળે ચોમાસુ માહોલથી ખેતીના પાક ને નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ હતી છોટાઉદેપુર જિલ્લા મા કવાંટ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યોહતો

ગ્રીષ્મ ઋતુમાં  પ્રજા અસહ્ય ગરમીથી રેબઝેબ  છે ત્યારે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામા  એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાતા ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.  વાતાવરણમાં એકાએક પલટો આવતાં ઠંડીની લહેર પ્રસરી. પરંતુ હળવા ઝાપટા પડશે ત્યારે બફારો લાગશે જેના કારણે પ્રજામાં દહેશત જોવા મળી. ભર ઉનાળામાં એકાએક વરસાદી ઝાપટાના કારણે પિયત દ્વારા કરવામાં આવેલ ઉભા પાકને ભારે નુકસાન પહોંચે તેવી ખેડૂતોમાં દહેશત જોવા મળી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *