નીતા અંબાણી ક્યારેય પણ મા બની શકે તેમ ન હોવા છતાં કઈ રીતે આકાશ અને ઈશાનો જન્મ થયો તે જાણી ચોંકી જશો.
હાલમાં જ જ્યાં જુઓ ત્યાં અંબાણી પરિવારમાં જન્મ લેનાર એ બાળકની ખૂબ ચર્ચા થઈ રહી છે. શ્લોકા મહેતાએ 10 ડિસેમ્બરનાં રોજ દીકરાને જન્મ આપ્યો ત્યારથી જ સોશિયલ મીડિયામાં આ ખુશ ખબરને દેશના તમામ લોકોએ વધાવીએ હતી. આ આકાશ અને ઇશાનું પહેલું સંતાન છે, તેમનાં બંનેનાં લગ્ન 9 માર્ચ 2019માં થયેલા હતાં અને આ લગ્નની ચર્ચા વિશ્વ ફલકે થઈ હતી. આજે આપણે એક એવી હકીકત વિશે જાણીશું જે ઘણાં લોકોને ખબર નહીં હોય.
શ્લોકાએ અંબાણી પરિવારને જે વારસદાર આપ્યો પરંતુ તેનો પતિ એટલે કે, આકાશનો જન્મ કુદરતી રીતે નથી થયેલો. હકીકતમાં એવું છે કે, નિતા અંબાણીએ જ્યારે લગ્ન કરી લીધાં ત્યારબાદ થોડાં સમયબાદ તેને જાણવા મળ્યું કે, તે ક્યારેય મા નહીં બની શકે. આ વાત જાણીને મુકેશ અને નિતાના જીવનમાં દુઃખના વાદળો છવાઇ ગયાં હતાં પરંતુ કહેવાય છે ને કે , ભગવાન દરેકના જીવનમાં સુખ અર્પે જ છે જ્યારે તેનો સમય આવે છે.
લગ્ન જીવનમાં 7 વર્ષ પછી મુકેશ અને નિતાના જીવનમાં સંતાનસુખનું મળ્યું ડો.ફિરુઝા પરીખની મદદથી. વર્ષ 2019 માં નીતા અંબાણીએ વોગ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આકાશ અને ઇશા બંને સંતાનો IVF ની મદદથી એટલે કે વિટ્રો ગર્ભાધાનમાં જન્મ્યા છે. જ્યારે આ બંને જન્મ થયેલો ત્યારે નીતા યુએસમાં હતી અને મુકેશ મુંબઈમાં અને જ્યારે જાણવા મળ્યું કે નિતા બાળકને જન્મ આપવાની છે.
મુકેશ યુએસ જવા માટે રવાના થયાં પરંતુ તેઓ પહોંચે એ પહેલાં નિતાએ બાળકને જન્મ આપ્યો હતો. મુકેશએ નિતાને મળ્યાં પછી કહ્યું કે, હું જ્યારે પ્લેનમાં પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને આ ખુશખબરી મળી. તેથી મારી દીકરીનું નામ ‘ઇશા’ રહેશે. જેનો મતલબ છે ‘પહાડોની દેવી.’ અમે આકાશમાં ઉડી રહ્યા હતા તેથી દીકરાનું નામ રહેશે ‘આકાશ.’ વિધિના કેવા લેખ કે, જ્યારે નીતા નાની હતી ત્યારે તેમણે ” હું ક્યારે માતા બનીશ ” કવિતા લખેલી પરંતુ હકીકતમાં તેમને આ સુખ ના મળ્યું પરંતુ ભગવાને નિતાના જીવનમાં મા બનવાનુ સુખ આપ્યું. આકાશ અને ઇશાના જન્મમાં વર્ષો પછી અંનતનો જન્મ કુદરતી રીતે થયો.
આ તો નિતા અંબાણીના જીવનની એક દુઃખદ અને સુખની પળો હતી પરંતુ હવે તો આજે અંબાણી પરિવારના પુત્રના વધામણાં થયાં છે, ત્યારે ખુશીઓની લ્હેરો અંબાણી પરિવારમાં આવી છે, ત્યારે હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે કે, આ વારસદારનું નામ શું હશે? તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે, મુકેશ અંબાણીના પૌત્રનું નામ શું હશે?