પરસોત્તમાભાઈ સોલંકી ભાવનગરમાં કોરોના દર્દીઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા પત્ર લખ્યો

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતા કોરોનાના દર્દીઓને જરૂરી આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે રાજ્યપ્રધાન પરસોત્તમાભાઈ સોલંકીએ જિલ્લા અધિકારીને રજૂઆત કરી છે. ઘોઘા તાલુકાના ધારાસભ્ય પરસોત્તમાભાઈ સોલંકીએ ગ્રામ્ય કક્ષાએ હોસ્પિટલ્સમાં ઓક્સિજન, રેપિડ ટેસ્ટ કિટ, રેમડેસિવિર ઈન્જેક્શન તેમજ વેન્ટિલેટર જેવા સંસાધનો અને દવાઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવામાં આવી છે


ધારાસભ્ય પરસોત્તમાભાઈ સોલંકીએ જિલ્લા અધિકારીને લખ્યો પત્ર આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે ગ્રાન્ટની માગ કરાઈ ભાવનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો પર કોરોનાના દર્દીઓની સારવાર સમયસર અને યોગ્ય રીતે થઈ શકે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોના કેસોમાં વધારો થતા કુલ કેસની સંખ્યા 350એ પહોંચી છે. એમાં પણ ગ્રામ્યકક્ષાએ પણ સંક્રમિતોની સંખ્યા વધતા ચિંતામાં વધારો થતા ઘોઘા તાલુકાના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન પરસોત્તમાભાઈ સોલંકી દ્વારા કોરોના દર્દીઓને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર જ સારવાર મળી રહે તે માટે સરકાર પાસે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની માગવામાં આવી છે જિલ્લા અધિકારીને ગ્રાન્ટ મંજૂર કરવા લખાયો પત્ર રાજ્યપ્રધાને ઘોઘ મતવિસ્તારમાં આવેલી 5 તાલુકાના કોળિયાક, ઘોઘા, વાળુંકડ, સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર 5-5 લાખ રૂપિયાની મળી કુલ 25 લાખ ગ્રાન્ટ માગી છે. આ ગ્રાન્ટ મંજૂર કરવા તેમણે જિલ્લા અધિકારીને જાણ કરવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *