પી એમ મોદી ભાવનગર આવી પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ બાદ
તૌકતે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. ક્યાંક લોકોના મકાનોના પતરાં ઉડ્યા છે,તો વળી ક્યાંક વીજપોલ પડ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે ઉપરાંત વરસાદને પરિણામે પણ ઘણું મોટું નુકસાન થયું છે.ગુજરાતમાં આશરે ૪૫ જેટલા લોકો મોતને ભેટયા છે.
આ બધા ઉપરાંત ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વાવાઝોડાને પરિણામે સર્જાયેલી તારાજી નું નિરીક્ષણ કરવા માટે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ અન્ય અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં વાવાઝોડાને પરિણામે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમીક્ષા બાદ ગુજરાત માટે મોટી રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.