બજરંગદાસબાપા હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા ત્યાજ માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
ભાવનગર: મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી છેલ્લા 13 માસથી કોવિડ સામેની લડાઈમાં થાક્યા વગર કામ કરી રહ્યા છે. ત્યારે, કમિશ્નરના પરિવાર પર કોરોના કહેર મંડરાઈ રહ્યો છે. ત્યારે, 8 દિવસ પૂર્વે તેમના માતાના અવસાન બાદ ગઈકાલ રવિવારે તેમણે પિતાજીની છત્રછાયા ગુમાવતા કમિશ્નર સહિત સમગ્ર ગાંધી પરિવાર શોકમય બની ગયો છે.
માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
મહાનગરપાલિકાના કમિશ્નરના 85 વર્ષીય માતા કુસુમબેનનું 23મીએ તેમના ઘરે અવસાન થયું હતું. માતાના અવસાનનો આઘાત હજુ ઠર્યો નથી ત્યાં, શહેરના કમિશ્નરને કોરોના પોઝિટિવ આવ્યો અને તેમણે હિંમત પૂર્વક કોરોનાને મ્હાત આપી હતી. આ બાદ, રવિવારે તેમના પિતા અનંતરાય ગાંધીના અવસાન થયું હતું. તેમના પિતા બજરંગદાસબાપા હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા. ભાવનગર કમિશ્નર ગાંધીએ માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દેતા તેમના સહિત પરિવારજનો ભારે દુઃખી થઈ ગયા છે.