બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મા આર્બુદા યુવા ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરાઈ
ધાનેરા હોસ્પિટલોમાં આવતા દર્દીઓ તેમજ સગાઓને જમવા માટે હોટલો બંધ હોવાથી આર્બુદા ફાઉન્ડેશનની ટીમની ટીમ દ્વારા નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરી છે,જેમાં સવારમાં મગ અને મગનુ પાણી સંતરા સેવામાં આપવામાં આવે છે
લોકડાઉનના લીધે હોટલો બંધ હોવાથી દર્દીઓ તેમજ તેમના સગાઓને જમવાની અગવડતા પડતી હતી,તેથી અર્બુદા યુથ ફાઉન્ડેશનના સભ્યોએ ભેગા મળીને હોસ્પિટલોમાં જ ટીફીન પહોચાડવાની વ્યવસ્થા કરી છે,છેલ્લા દશ દિવસથી સવાર સાંજ બંને ટાઈમે ૧૦૦ દર્દીઓને તેમજ ૪૦૦ જેટલા દર્દીઓના સગાઓને ટીફીન મારફતે શુધ્ધ ભોજન પહોચાડી ઉમદા સેવા કરી રહ્યા છે,ટ્ર્સ્ટી રાજનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
કે,અમારી ટીમ દર્દીઓને તેમજ તેમના સગાઓને દાળ-ભાત-રોટલી-શાક અને સાંજે ભાખરી-શાક-દાળ-ભાત આપવામાં આવી રહ્યું છે,અને દાતાઓ તરફથી દાન પણ આવી રહ્યું છે,અન્ન્ દાન એજ મોટુ દાન છે અને અમને આ સેવા કરવાનો લાભ મળ્યો છે,એમની ટીફીન સેવાથી સમગ્ર ધાનેરામાં પણ તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે,
રિપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા